Aug 04, 2025
રક્ષાબંધન એ ફક્ત રાખડી બાંધવાની સાથે ભાઈ-બહેનના સંબંધમાં મીઠાશ ઉમેરવાનો એક સુવર્ણ અવસર છે.
Source: social-media
જો તમે આ રક્ષાબંધન પર તેના માટે કંઈક અનોખી ખાસ મીઠાઈઓ બનાવવા માંગો છો તો તમે પાન લાડુ ચોક્કસ ટ્રાય કરી શકો છો.
Source: social-media
આ મીઠાઈ સ્વાદમાં તો ઉત્તમ છે જ પણ તમને પાનનો સ્વાદ પણ આપશે.પાન લાડુ બનાવવા એકદમ સરળ છે.
Source: social-media
1 કપ સૂકું નારિયેળ (છીણેલું), 5-6 કપૂરી પાન (સમારેલું), 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 2 ચમચી ગુલકંદ,
Source: social-media
1/4 કપ કાજુ-બદામ (બારીક સમારેલું) 1/2 ચમચી વરિયાળી પાઉડર, 2-3 એલચી (પીસેલું), ગાર્નિસિંગ માટે થોડા પિસ્તા
Source: social-media
સૌપ્રથમ કપૂરી પાન અને ગુલકંદને મિક્સરમાં નાખીને બારીક પીસી લો. હવે સૂકું નારિયેળ એક પેનમાં આછું ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
Source: social-media
હવે તેમાં પાન અને ગુલકંદની પેસ્ટ ઉમેરો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને ધીમા તાપે 4-5 મિનિટ માટે રાંધો.
Source: social-media
પછી સમારેલા ડ્રાયફ્રૂટ્સ, વરિયાળી પાવડર અને એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
Source: social-media
મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે તેમાંથી નાના લાડુ બનાવો. ઉપર પિસ્તાથી સજાવો અને તેને 1-2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા દો.
Source: social-media