Aug 01, 2025

પાટણના ફેમસ દેવડા આ રીતે બનાવો, ચસ્કો લાગી જશે

Ashish Goyal

તહેવારની સિઝન

રક્ષાબંધન સહિત ઘણા તહેવારો આવી રહ્યા છે. આ દરમિયાન ઘરમાં મીઠાઇ બનાવવામાં આવે છે.

Source: social-media

દેવડા રેસીપી

તમે આ તહેવારોમાં દેવડા બનાવી શકો છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. જે જોઈને તમે એકદમ પાટણના ફેમસ દેવડા જેવા બનાવી શકશો.

Source: social-media

દેવડા રેસીપી સામગ્રી

મેંદો, ખાંડ, ઘી કે તેલ, ચપટી સોડા, એલાઇચીનો ભુક્કો, બદામ પિસ્તાની કતરણ.

Source: social-media

દેવડા બનાવવાની રીત, સ્ટેપ 1

મેંદાનો લોટ એક બાઉલમાં ચાળી લો. તેમાં ઘી, એક ચપટી સોડા અને પાણી ઉમેરી લોટ બાંધી લો.

Source: social-media

સ્ટેપ 2

આ લોટને 10-15 મિનિટ ઢાંકી ને રાખો. ત્યારબાદ ભાખરીના લુવા કરતા હોય એમ દેવડા વાળો.

Source: social-media

સ્ટેપ 3

બીજી તરફ એક પેનમાં તળવા માટે ઘી કે તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ધીમા તાપે દેવડા તળી લો. અંદર થી કાચા ન રહે તેનું ધ્યાન રાખવું.

Source: social-media

સ્ટેપ 4

ચાસણી માટે એક તપેલીમાં ખાંડ લો અને ખાંડ ડૂબે એટલું પાણી લો. તેને ગેસ પર ગરમ કરવા મુકો. ઉકળવા દો. દોઢ તારની કડક ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો.

Source: social-media

દેવડા તૈયાર

આ પછી તૈયાર કરેલા દેવડા એક એક કરીને બધા ચાસણીમાં ડુબાડીને કાઢી લો. આ રીતે તમારા ટેસ્ટી દેવડા તૈયાર થઇ જશે.

Source: social-media

સર્વ કરો

દેવડા ઉપર એલાયચી પાઉડર તથા બદામ પિસ્તાની કતરણ ભભરાવી દો. આ પછી તેને સર્વ કરી શકો છો.

Source: social-media