Aug 18, 2025

પનીર ફ્રેન્કી રોલ ઘરે તૈયાર કરો, બાળકો બધા ઝાપટી જશે

Ashish Goyal

ટિફિનમાં પનીર ફ્રેન્કી

બાળકોને સ્કૂલમાં ટિફિનમાં રોજ-રોજ કઇ વસ્તુ આપવી તેની માતાઓને ચિંતા હોય છે. આ માટે તમે પનીર ફ્રેન્કી રોલ બનાવી શકો છો.

Source: social-media

પનીર ફ્રેન્કી રેસીપી

આ વાનગી એકદમ સરળ અને ટેસ્ટી હોય છે. પનીર ફ્રેન્કી રોલની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

Source: social-media

પનીર ફ્રેન્કી રોલ સામગ્રી

છીણેલું પનીર, રોટલી, તેલ, બટાકા, કોબી, ગાજર, ચાટ મસાલો, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, શેકેલું જીરું પાઉડર, આમચૂર પાઉડર, લીલા ધાણા, લીંબુનો રસ, મીઠું

Source: social-media

પનીર ફ્રેન્કી રોલ બનાવવાની રીત, સ્ટેપ 1

પનીર ફ્રેન્કી રોલ બનાવવા માટે સૌ પહેલા બાફેલા બટાકાને છોલીને મેશ કરો. આ પછી પનીરને છીણી લો.

Source: social-media

સ્ટેપ 2

હવે બટાકા, લીંબુનો રસ, હળદર પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને બારીક સમારેલા લીલા ધાણા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.

Source: social-media

સ્ટેપ 3

હવે આ મિશ્રણમાંથી લાંબા આકારના કબાબ બનાવો. આ પછી ગેસ મધ્યમ આંચ પર રાખો અને તેના પર એક તવા મૂકો, થોડું તેલ ઉમેરો અને તેને ગરમ થવા દો.

Source: social-media

સ્ટેપ 4

તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા કબાબ નાખો અને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાઇ કરો.

Source: social-media

સ્ટેપ 5

આ પછી ગાજર અને કોબીને બારીક કાપો અને એક બાઉલમાં રાખો, તેમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરો અને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો.

Source: social-media

સ્ટેપ 6

હવે કબાબને તવામાંથી કાઢીને એક પ્લેટમાં મૂકો. તવા પર મેંદાની રોટલી મૂકો અને તેને હળવેથી ગરમ કરો. જ્યારે રોટલી ગરમ થાય ત્યારે તેમાં પનીર કબાબ મૂકો અને ઉપર ગાજર અને કોબી નાખો. સાથે થોડો ચાટ મસાલો અને થોડો શેકેલો જીરું પાવડર પણ છાંટો.

Source: social-media

પનીર ફ્રેન્કી રોલ તૈયાર

આ સાથે તમારા સ્વાદિષ્ટ પનીર ફ્રેન્કી રોલ તૈયાર થઇ જશે. તેને સોસ અથવા લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો.

Source: social-media