Aug 02, 2025
રક્ષાબંધનનો તહેવાર હવે થોડા દિવસોમાં આવી રહ્યો છે. આ પ્રસંગે તમે મોહનથાળની સ્વાદીષ્ટ મીઠાઇ ઘરે પણ બનાવી શકો છો.
Source: social-media
બજાર જેવા ટેસ્ટી મોહનથાળ બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. જેનાથી એકદમ પોચો બનશે.
Source: social-media
ચણાનો લોટ, ઘી, દૂધ, સિલ્વર વર્ક, ઇલાયચી પાઉડર, ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ, ઓરેન્જ ફૂડ કલર, ખાંડ.
Source: social-media
મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ઘી અને, દૂધ નાખીને સારી રીતે મિક્સ કરી દો.
Source: social-media
દાણેદાર થવા સુધી મસળતા રહો. આ બેસનને એક મોટા કાણાવાળી ચાળણીમાં નાખીને ચાળી લો તે પછી બેસનને અલગ મૂકી દો.
Source: social-media
હવે એક કડાઇમાં ઘી નાંખીને તેને મીડિયમ આંચ પર ગરમ કરો. જ્યારે ઘી ઓગળી જાય તો તેમાં બેસનનું તૈયાર મિશ્રણ નાખો અને ધીમી આંચે શેકો.
Source: social-media
બેસન ગોલ્ડન બ્રાઉન થઇ જાય અને કડાઇ છોડવા ત્યારે બેસનમાં અડધો કપ દૂધ નાખીને મિક્સ કરો. હવે બેસનને મિક્સ કરતાં રહો અને ત્યાં સુધી શેકો જ્યાં સુધી દૂધ બેસનમાં શોષાઇ ન જાય. તે બાદ બેસનને એક વાસણમાં કાઢી લો.
Source: social-media
ચાસણી બનાવવા માટે એક કડાઇમાં ખાંડ અને અડધો કપ પાણી નાંખીને ઉકાળો. ધ્યાન રાખો કે એક તારની ચાસણી બનાવવાની છે. તે બાદ ચાસણીમાં ઓરેન્જ ફૂડ કલર નાખો અને મિક્સ કરો.
Source: social-media
મિશ્રણને શેકેલા બેસનમાં નાખીને સારી રીતે મિક્સ કરો. જ્યારે બેસન સારી રીતે મિક્સ થઇ જાય તો આ મિશ્રણને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે કડાઇ ન છોડવા લાગે. તે બાદ મિશ્રણમાં ઇલાયચી પાઉડર નાંખીને મિક્સ કરો.
Source: social-media
હવે એક થાળીમાં ઘી લગાવી લો અને તેમાં તૈયાર મિશ્રણને નાખીને સારી રીતે ફેલાવી દો. આ રીતે તમારો સ્વાદીષ્ટ મોહનથાળ તૈયાર થઇ જશે. મોહનથાળની ઉપર ડ્રાયફુટ્સ અને સિલ્વર વર્ક લગાવી ચોસલા પાડી દો. આ રીતે ટેસ્ટી મોહનથાળ તૈયાર થઇ જશે.
Source: social-media