Jul 31, 2025
Source: freepik
Source: social-media
Source: social-media
કણક માટે દોઢ કપ રાજગરાનો લોટ, ½ કપ ½ કપ શિંગોડાનો લોટ લોટ, 2-3 ચમચી મોરૈયો, 2-3 ચમચી સાબુદાણાનો લોટ, સિંધવ મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી તેલ
Source: social-media
2-3 બાફેલા બટાકા, 1-2 ચમચી લીલા મરચાં, 2 ચમચી આદુ, સિંધવ મીઠું - સ્વાદ મુજબ,½ ચમચી આમચૂળ પાવડર, ½ ચમચી જીરું પાવડર, ½ લીંબુનો રસ, 2-3 ચમચી કોથમીર
Source: social-media
સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ લો અને તેમાં બાફેલા બટાકા છોલીને તેને છીણી લો અથવા સારી રીતે મેશ કરો.
Source: social-media
હવે આ બટાકામાં બારીક સમારેલા લીલા મરચાં, છીણેલું આદુ, સિંધવ મીઠું, આમચૂળ પાવડર, જીરું પાવડર, લીંબુનો રસ અને બારીક સમારેલા ધાણા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો.
Source: social-media
તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના ગોળા બનાવો. તેને પ્લેટમાં મૂકો, હવે બીજા વાસણમાં રાજગરો, શિંગોડાનો લોટ, મોરૈયો અને સાબુદાણાનો લોટ નાખો. તેમાં સિંધવ મીઠું ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
Source: social-media
થોડું પાણી ઉમેરો અને લોટ બાંધો. લોટ બાંધી તેને 10 મિનિટ માટે બાજુ પર રાખો ત્યારબાદ લોટમાંથી થોડો લોટ લઈને રોટલી વણો.
Source: freepik
હવે વચ્ચે સ્ટફિંગ બોલ મૂકો. હવે કિનારીઓ ભેગી કરીને એક બોલ બનાવો અને તેને હળવેથી દબાવો અને પરાઠાની જેમ રોલ અને વણો.
Source: freepik
પેનમાં થોડું તેલ નાખો, ગરમ કરો અને તેના પર પરાઠા મૂકો. બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો, થઇ જાય એટલે ઘી, માખણ અથવા દહીં સાથે ગરમાગરમ પીરસો.
Source: freepik
ચા સાથે ઘરે બનાવો ક્રિસ્પી ફરાળી બિસ્કિટ, જાણો રેસીપી