Sep 25, 2024

Urmila Matondkar | ઉર્મિલા માતોંડકરના પતિ મોહસીન અખ્તર મીર કોણ છે?

shivani chauhan

લગ્નના આઠ વર્ષ બાદ ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) તેના પતિ મોહસીન અખ્તર મીરથી(Mohsin Akhtar Mir) છૂટાછેડા માટે અરજી કરી હોવાના સમાચારે ઘણા ચાહકોને ચોંકાવી દીધા છે.

Source: social-media

મુંબઈ કોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ ઉર્મિલાએ લગભગ ચાર મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી અને રિપોર્ટ સૂચવે છે કે અલગ થવું પરસ્પર સંમતિથી થયું ન હતું.

Source: social-media

જોકે, અલગ થવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. ઉર્મિલા માતોંડકરના પતિ કોણ છે અને ઉર્મિલા સાથેના તેના રિલેશનશીપ વિશે

Source: social-media

ઉર્મિલાએ વર્ષ 2016 માં ગુપ્ત રીતે લગ્ન કર્યા અને જ્યારે તેણે પોતાના લગ્નની જાહેરાત કરી ત્યારે અભિનેત્રીના ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે બંને અલગ-અલગ ધર્મના હતા.

Source: social-media

કપલ અને તેમની વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હતો. તમને જણાવી દઈએ કે મોહસીન એક મોડલ અને બિઝનેસમેન છે. મોડલિંગ અને એક્ટિંગમાં કરિયર બનાવવા માટે તે 21 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો હતો.

Source: social-media

આ પછી વર્ષ 2007માં મોહસીનને મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2009 માં, તેણે ફિલ્મ 'ઇટ્સ અ મેન્સ વર્લ્ડ' માં પોતાના અભિનયની શરૂઆત કરી હતી ત્યારબાદ તેણે ફરહાન અખ્તરની 'લક બાય ચાન્સ'માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી.

Source: social-media

બોલિવૂડમાં સફળ કરિયર ન બનાવી શકવાને કારણે મોહસીનને ઓન સ્ક્રીન વધારે જોવા મળ્યો ન હતો અને આ પછી તેણેકાશ્મીરમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

Source: social-media

ઉર્મિલા અને મોહસીન 2014માં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજીના લગ્ન દરમિયાન મળ્યા હતા અને બંને વચ્ચે નિકટતા વધવા લાગી હતી.

Source: social-media

ત્યારબાદ તેઓએ 4 ફેબ્રુઆરી, 2016 ના રોજ નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે બંનેની ઉંમરમાં લગભગ 10 વર્ષનો તફાવત છે.

Source: social-media

નીના ગુપ્તાએ દીકરી મસાબાને એક્ટિંગ ન કરવા કેમ કહ્યું?