Jun 26, 2025
બોલીવુડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરે 90ના દાયકામાં મોટા પડદા પર રાજ કર્યું છે. તેની ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવી હતી.
Source: social-media
ઉર્મિલા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે સક્રિય રહે છે. અને તે પોતાની રૂટીન લાઇફની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
Source: social-media
ઉર્મિલા માતોંડકરે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર આવી તસવીરો શેર કરી છે, જેને જોઈને તેના ચાહકો નિરાશ થયા છે.
Source: social-media
આ તસવીરોમાં ઉર્મિલા એકદમ અલગ દેખાઈ રહી છે અને લોકો તેના આ આશ્ચર્યજનક પરિવર્તન પર કોમેન્ટો કરી રહ્યા છે.
Source: social-media
51 વર્ષીય ઉર્મિલા માતોંડકરે આ તસવીરોમાં ખૂબ જ અલગ અને યુવાન દેખાઈ રહી છે. જ્યાં ઘણા લોકો પૂછી રહ્યા છે કે શું ઉર્મિલાએ ઓઝેમ્પિકનો ઉપયોગ કર્યો છે, અથવા સર્જરી કરાવી છે કે શું આ એઆઈનો જાદુ છે.
Source: social-media
એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરી, "તમે તમારા જેવા દેખાતા નથી, સર્જરીથી તમે તમારૂં કુદરતી આકર્ષણ ગુમાવી દીધું છે. હું તેમને પ્રેમ કરતી હતી જેવા તમે પહેલા દેખાતા હતા."
Source: social-media
તમને જણાવી દઈએ કે, ઉર્મિલા માતોંડકર રંગીલા, મસ્ત, પ્યાર તુને ક્યા કિયા, ભૂત, જુદાઈ અને સત્યા જેવી ફિલ્મો માટે જાણીતી છે.
Source: social-media
ઉર્મિલા માતોંડકરના આ નવા અવતરાથી તેના ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, ‘સર્જરી કે એઆઈ? ‘કેમ ઉર્મિલા, કેમ?’
Source: social-media