Oct 07, 2024
સિંઘમ અગેઈનની ઘણા દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Source: social-media
આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. એક્શનની સાથે ટ્રેલરમાં દમદાર ડાયલોગ્સ પણ છે. ટ્રેલરની શરૂઆતમાં રામાયણનો સંદર્ભ જોવા મળે છે. શરૂઆતમાં, સિંઘમનો પુત્ર તેના પિતાને પૂછતો જોવા મળે છે કે જો રાવણ જેવો કોઈ તેની માતાનું અપહરણ કરે છે, તો શું તે પણ રામજીની જેમ તેને બચાવવા જશે.
Source: social-media
તેના પર સિંઘમ કહેતા જોવા મળે છે કે ગૂગલ પર બાજીરાવ સિંઘમ ટાઈપ કરો, તને તારા પિતા વિશે ખબર પડશે. આ ટ્રેલરમાં અજય દેવગનનો પાવરફુલ વોઈસ ઓવર પણ સાંભળી શકાય છે.
Source: social-media
અજય દેવગણ કહેતા જોવા મળે છે કે, 'ભારતની આ પરંપરા રહી છે, જો માતા સીતાનું અપહરણ થાય છે, તો લંકા બાળી નાખવામાં આવે છે. ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. તે એક શબ્દ માટે લંકાને બાળી નાખશે.'
Source: social-media
આ ટ્રેલરમાં દીપિકા પાદુકોણ શક્તિ શેટ્ટીના રોલમાં છે, તે સિંઘમને પોતાના ગુરુ કહેતી પણ જોવા મળી રહી છે. ફિલ્મમાં સિંઘમ પોતાની પત્નીને બચાવવા માટે શ્રીલંકામાં અંડરકવર મિશન કરશે.
Source: social-media
ફિલ્મમાં ટાઇગરને લક્ષ્મણની જેમ બતાવવામાં આવ્યો છે. જ્યારે રણવીર સિંહને હનુમાનની જેમ દર્શાવવામાં આવ્યો છે. તે જ સમયે, અક્ષય કુમાર પણ ટ્રેલરના અંતમાં જોવા મળે છે, જેને જટાયુની જેમ રજૂ કરવામાં આવ્યો છે.
Source: social-media
આ ફિલ્મમાં અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં છે. તેને કળિયુગના રાવણની જેમ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાર મિનિટ 58 સેકન્ડના આ ટ્રેલરમાં તમામ ફેક્ટર છે જેથી ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકે છે.
Source: social-media
Govinda | ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, અભિનેતાએ હાથ જોડીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો