Oct 09, 2024
એક્ટર સલમાન ખાન (Salman Khan) નો ક્રેઝ માત્ર મોટા પડદા પર જ નહીં પરંતુ નાના પડદા પર પણ જોરદાર વધી ગયો છે. ખાસ કરીને રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss) અને સલમાન ખાન એકબીજાના પૂરક લાગે છે.
Source: social-media
સલમાન ખાન વિના દર્શકોને આ શો જોવાની મજા આવતી નથી અને શોના નિર્માતાઓએ પણ દર્શકોની નાડી સારી રીતે પકડી લીધી છે. એટલા માટે ટીઆરપી માટે તેઓ લાંબા સમયથી સલમાન ખાનને સપોર્ટ કરી રહ્યાં છે અને તેના માટે મોટી ફી ચૂકવી રહ્યાં છે.
Source: social-media
બિગ બોસ 18 શરૂ થઈ ગયું છે. ફરી એકવાર સલમાન ખાને હોસ્ટની જવાબદારી લીધી છે. આ વખતે ફરી તેની ફીને લઈને ચર્ચા જોર પકડાઈ છે અને જે દાવા થઈ રહ્યા છે તે આશ્ચર્યજનક છે.
Source: social-media
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનની ફી એક સારી ફિલ્મના બજેટ જેટલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન બિગ બોસને હોસ્ટ કરવા માટે 60 કરોડ રૂપિયાની માસિક ફી વસૂલ કરે છે.
Source: social-media
જો છેલ્લી સિઝનની જેમ બિગ બોસ 15 અઠવાડિયા સુધી ચાલે છે, તો તેની ફી લગભગ 250 કરોડ રૂપિયા હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને તેની ફી ગત એપિસોડની તુલનામાં વધારી દીધી છે.
Source: social-media
સલમાન ખાન ટીવી જગતનો સૌથી વધુ પગાર મેળવનાર હોસ્ટ બની ગયો છે. તેઓ લગભગ દોઢ દાયકાથી આ શો સાથે જોડાયેલ છે.
Source: social-media
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરો તો તેમની આગામી ફિલ્મ 'સિકંદર' છે. અભિનેતા આ ફિલ્મની તૈયારીઓમાં છે. સિકંદર બાદ એક્ટર કિક 2 માં પણ જોવા મળશે.
Source: social-media
Singham Again trailer | સિંઘમ અગેઈન ટ્રેલર લોન્ચ, દિવાળી પર રામ આવશે, સીતાને બચાવશે