Sep 24, 2024
બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) અને મસાબા (Masaba) વચ્ચે કેવો છે માતા-પુત્રીનો સંબંધ? ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા તેના સ્ટ્રીમિંગ શો 'મસાબા મસાબા' થી અભિનયની શરૂઆત કરી હતી.
Source: social-media
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મસાબાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તેની માતા નીનાએ મસાબાના કરિયરના શરૂઆતના દિવસોમાં એક્ટિંગ પ્રોફેશન લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
Source: social-media
મસાબા કહે છે કે 'તે (નીના) મને એકટિંગ કરવાની મંજૂરી આપી ન હતી. મને યાદ છે કે મુંબઈમાં અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલ છે. મેં મારી માતા નીનાને કહ્યું કે, હું અભિનેત્રી બનવા માટે એક્ટિંગનો અભ્યાસ કરવા માંગુ છું.
Source: social-media
મારી માતા નીનાએ કહ્યું, 'તેના વિશે વિચાર પણ ન કર.' તું જાણે છે કે તારો દેખાવ લગભગ બિન-ભારતીય છે.
Source: social-media
નીનાએ મસાબા આગળ કહે છે, 'તું એવું કંઈક કર જેના માટે તારે તારું મન લગાવે, જે તારા તું જીવનભર કરી શકે છે.'
Source: social-media
આ અંગે મસાબાએ કહ્યું કે, તે સમયે એડમિશન ઓપન હતું. મેં ત્યાં જઈને મારું પેપર આપ્યું અને એક ફોર્મ પણ ભર્યું અને મારા ટેસ્ટના ગ્રેડ માર્કસએ ફોર્મ ભરવા માટે પૂરતા હતા અને પરીક્ષા આપ્યા પછી હું સિલેક્ટ થઇ હતી.
Source: social-media
મસાબાએ એ પણ કહ્યું કે નેપોટિઝમ માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી સીમિત નથી.પરંતુ દરેક ઈન્ડસ્ટ્રી કે પ્રોફેશનમાં છે. આ દુનિયાની રીત છે માત્ર ભારતમાં નહીં, પરંતુ દરેક જગ્યાએ. ક્યારેક મને લાગે છે કે નેપોટિઝ્મને કારણે બોલિવૂડમાં તકો ખૂટી જાય છે.
Source: social-media
ચંકી પાંડેએ 'હાઉસફુલ 5'ના સેટ પરથી શૂટિંગના ફોટા શેર કર્યા, જોવા મળ્યા આ સ્ટાર્સ