Aug 08, 2024

Naga Chaitanya Sobhita Dhulipala Engagement : નાગા ચૈતન્યની શોભિતા ધુલીપાલા સાથે સબંધની અટકળો વચ્ચે કપલએ કરી સગાઇ, ફોટા જુઓ

shivani chauhan

નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને શોભિતા ધુલીપાલા (Shobhita Dhulipala) એ આખરે તેમના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે.

Source: social-media

તેમના સંબંધોની ઘણી અટકળો બાદ, બંનેએ હવે સગાઈ કરી લીધી છે, સગાઈની ઉજવણીની પ્રથમ તસવીરો નાગા ચૈતન્યના પિતા નાગાર્જુન દ્વારા શેર કરવામાં આવી છે.

Source: social-media

નાગાર્જુન અક્કીનેનીએ તાજતેરમાં પુત્ર નાગા ચૈતન્યની શોભિતા ધૂલીપાલા સાથેની સગાઈ સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં કપલ પરંપરાગત આઉટફિટમાં જોવા મળે છે.

Source: social-media

નાગા ચૈતન્યએ સફેદ રંગનો પરંપરાગત પોશાક પહેર્યો હતો, ત્યારે શોભિતા પીચ અને ગુલાબી રંગની સાડીમાં આકર્ષક લાગી રહી છે.

Source: social-media

આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, નાગાર્જુને હૃદયપૂર્વકની નોટ લખી ફોટા શેર કર્યા હતા. 'અમને અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ સોભિતા ધૂલીપાલા સાથે જાહેર કરતાં આનંદ થાય છે, જે આજે સવારે 9:42 વાગ્યે થઈ હતી!! શોભિતાને અમારા પરિવારમાં સ્વાગત કરવામાં અમને ખૂબ આનંદ થાય છે. સુખી દંપતીને અભિનંદન! તેમને જીવનભર પ્રેમ અને ખુશીની શુભેચ્છા. ભગવાન આશીર્વાદ આપે છે! 8.8.8 અનંત પ્રેમની શરૂઆત.

Source: social-media

અહીં જણાવી દઈએ કે નાગા ચૈતન્યએ અગાઉ અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા, અને 2021 માં આ દંપતીએ છૂટાછેડા લીધા હતા. બંનેના અલગ થવાના સમાચાર ઘણા લોકો માટે ખૂબ જ આઘાતજનક હતા.

Source: social-media

Stree 2 Song Tumhare Hi Renge Hum Song Out : સ્ત્રીનું તુમ્હારે હી રહેંગે હમ ગીત રિલીઝ, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર રોમાંસ કરતા જોવા મળ્યા