Jul 18, 2024

Tripti Dimri : એનિમલ ગર્લ તૃપ્તિ ડિમરી બેડ ન્યૂઝ સાથે ચર્ચામાં

Ajay Saroya

અનિમલ ગર્લ તૃપ્તિ ડિમરી બની નેશનલ ક્રશ

તૃપ્તિ ડિમરી બોલીવુડ અભિનેત્રી છે. તેની બ્યુટી અને કાતિલ અદા પર ચાહકો ફિદા છે. એનિમલ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કર્યા બાદ તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઇ છે.

Source: social-media

તૃપ્તિ ડિમરી બેડ ન્યૂઝ આપશે

તૃપ્તિ ડિમરી અપકમિંગ ફિલ્મ બેડ ન્યૂઝને લઇ ચર્ચામાં છે, જેમા વિકી કૌશલ કોસ્ટાર છે. બેડ ન્યૂઝ ફિલ્મમાં વિકી કૌશલ સાથે તૃપ્તિ ડિમરીના હોટ સીન વાયરલ થઇ રહ્યા છે.

Source: social-media

એનિમલ ગર્લ તૃ્પ્તિ ડિમરી

તૃ્પ્તિ ડિમરી એનિમલ ગર્લના નામે વધારે ફેમસ છે. એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર સાથેના હોટ સીન ચાહકોને પસંદ આવ્યા હતા. ત્યારબાદ ફિલ્મોમાં તૃપ્તિ ડિમરીની ડિમાન્ડ વધી ગઇ છે.

Source: social-media

તૃ્પ્તિ ડિમરી બોલીવુડ ડેબ્યૂ

23 ફેબ્રુઆરી 1994માં જન્મેલી તૃપ્તિ ડિમરી એ 2017માં આવેલી પોસ્ટર બોયઝ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2018માં આવેલી રોમેન્ટિક ડ્રામા લૈલા મજનૂમાં પહેલીવાર લીડ રોલમાં જોવા મળી હતી. 2020માં બુલબુલ અને 2022માં કલામાં શાનદાર અભિનય કર્યો હતો, જેની માટે તેને ફિલ્મફેર ઓટીટી ઓવર્ડ પણ મળ્યો છે.

Source: social-media

એનિમલ થી મળી ઓળખ

તૃપ્તિ ડિમરીને ખરી ઓળખ 2023માં આવેલી એનિમલ ફિલ્મથી મળી હતી. રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ જેવા મોટા સ્ટાર હોવા છતાં અનિમલ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીના હોટ સીન વાયરલ થયા હતા. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

Source: social-media

તૃ્પ્તિ ડિમરી શિક્ષણ

તૃ્પ્તિ ડિમરી મૂળ ઉત્તરાખંડના ગઢવાલની રહેવાસી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીની શ્રી ઓરોબિંદો કોલેજમાંથી મનોવિજ્ઞાન વિષયમાં સ્નાતક ડિગ્રી મેળવી છે. તૃપ્તિ ડિમરીને ફોર્બ્સ એશિયાની 2021ની 30 અંડર 30 યાદીમાં સ્થાન મળ્યુ હતુ.

Source: social-media

તૃ્પ્તિ ડિમરી કેટલી ફી વસૂલે છે?

મીડિયા રિપોર્ટ અનુસાર એનિમલ ફિલ્મ માટે તૃપ્તિ ડિમરીને 40 લાખ રૂપિયા ફી ચૂકવાઇ હતી. જો કે લોકપ્રિયતા વધતા તેણે ફી વધારીને 80 થી 1 કરોડ રૂપિયા કરી દીધી છે.

Source: social-media

તૃ્પ્તિ ડિમરી લવ લાઇફ

પર્સનલ લાઇફ વિશે વાત કરીયે તો તૃપ્તિ ડિમરીનું નામ અનુષ્કા શર્માના ભાઇ કર્ણેશ શર્મા સાથે જોડાયુ હતુ. જોકે સંબંધ લાંબા ચાલ્યા નથી અને 2023માં બંને અલગ થઇ ગયા. હાલ તૃપ્તિ ડિમરી રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે રિલેશનશીપમાં હોવાનું મનાય છે.

Source: social-media

તૃ્પ્તિ ડિમરી અપકમિંગ મૂવી

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તૃપ્તિ ડિમરી બેઝ ન્યૂઝ ફિલ્મમાં વિકી કૌશલ સાથે જોવા મળવાની છે. ઉપરાંત વિકી વિદ્યા કા વો વાલા વીડિયો, ભૂલ ભૂલૈયા 3 અને Dhadak 2 અપકમિંગ પ્રોજેક્ટ છે.

Source: social-media

તૃ્પ્તિ ડિમરી ફિટનેસ

તૃ્પ્તિ ડિમરીની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ ચાહકોને ગમે છે. તે હેલ્થ કોન્સિયસ છે અને બોડી ફીટ રાખવા ડાયટ અને વર્કઆઉટ પર ધ્યાન આપે છે. તૃ્પ્તિ ડિમરી ફરવાની બહુ શોખીન છે. તે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે અને લેટેસ્ટ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

Source: social-media