Jul 05, 2024

Alpha Movie : સ્પાય થ્રિલર ફિલ્મ આલ્ફાનું ટીઝર રિલીઝ, આલિયા ભટ્ટ સાથે સર્વરી જોવા મળશે

shivani chauhan

લોકપ્રિય YRF સ્પાય યુનિવર્સમાં આલિયા ભટ્ટની મહિલા આગેવાની વાળી મૂવીનું ટાઇટલ રિલીઝ કર્યું છે. શર્વરી વાઘ આ એક્શન થ્રિલરમાં આલિયા સાથે જોવા મળશે.

Source: social-media

ફિલ્મ આલ્ફાનું દિગ્દર્શન શિવ રાવેલએ કર્યું છે. આજે 5 જુલાઈ 2024 માં આલ્ફા ફિલ્મનું ટાઈટલ કરવામાં આવ્યું છે. વિડિયો જોઈને ચાહકોમાં ખુબજ ઉત્સાહ છે કારણ કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

Source: social-media

આલિયા ભટ્ટ અને શર્વરી વાઘને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આગામી સ્પાય યુનિવર્સએ ફિલ્મ આલ્ફાના ટાઇટલનું લોન્ચિંગ કર્યું. 50-સેકન્ડનો વિડિયો YRF સ્પાય યુનિવર્સનાં લોગોથી શરૂ થાય છે અને આલિયાના શક્તિશાળી વૉઇસઓવર સાથે આગળ વધે છે.

Source: social-media

અભિનેત્રી વોઇસ ઓવરમાં કહે છે કે, 'ગ્રીક આલ્ફાબેટ કા સબસે પહેલા અક્ષર ઔર હમારે પ્રોગ્રામ કા મોટો. સબસે પહેલે, સબસે તેઝ, સબસે વીર. ધ્યાન સે દેખો તો હર શહેર મે એક જંગલ હૈ ઔર જંગલ મેં હમેશા રાજ કરેગા આલ્ફા'

Source: social-media

આલિયા ભટ્ટ આજના સમયમાં સૌથી વધુ પોપ્યુલર એકટ્રેસ છે, અને તે YRF સ્પાય યુનિવર્સમાં સલમાન ખાન, રિતિક રોશન અને શાહરૂખ ખાન જેવા સુપર-એજન્ટની ભૂમિકા ભજવશે.

Source: social-media

આલિયા ભટ્ટ અમેરિકન સ્પાય થ્રિલર હાર્ટ ઓફ સ્ટોનમાં જોવા મળી હતી, જેમાં તેણે કેયા ધવન નામના હેકરની વિરોધી ભૂમિકા ભજવી હતી.

Source: social-media

આલ્ફા સાથે, અભિનેત્રી ફરીથી તે સ્ટાઇલમાં પરત ફરી રહી છે , પરંતુ આ વખતે નાયક તરીકે. ત્યારે શર્વરીની કારકિર્દીમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ છે.

Source: social-media

સર્વરી છેલ્લે મુંજ્યા અને મહારાજ ફિલ્મોમાં જોવા મળી હતી. આલ્ફાના કાસ્ટ અને ક્રૂની અન્ય વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

Source: social-media

Rasika Dugal : મિર્ઝાપુરમાં ત્રિપાઠી પરિવારની વહુએ કહ્યું 'ઘાયલ શેરની ઝ્યાદા ખતરનાક હોતી હૈ',રસિકા દુગ્ગલએ કરી પોસ્ટ શેર