scorecardresearch
Premium

ધનશ્રી વર્મા સાથે તલાક પર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તોડી ચુપ્પી, જણાવ્યું કેમ પહેરી હતી શુગર ડેડી વાળી ટી શર્ટ

ફેમસ પોડકાસ્ટર રાજ શમની સાથેની વાતચીતમાં ક્રિકેટર યુઝવેન્દ્ર yuzvendra chahal : ચહલે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. ચહલે કહ્યું કે મને આત્મહત્યાના વિચારો આવતા હતા કારણ કે મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું

Dhanashree Verma, Yuzvendra Chahal
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના આ વર્ષની શરૂઆતમાં છૂટાછેડા થયા હતા (તસવીર – સોશિયલ મીડિયા)

yuzvendra chahal : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના આ વર્ષની શરૂઆતમાં છૂટાછેડા થયા હતા. લગભગ 5 વર્ષ સુધી સાથે રહ્યા બાદ બંનેએ પોતાના સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે બંને ચર્ચામાં રહ્યા હતા. ક્રિકેટરથી છૂટાછેડા લીધા બાદ ધનશ્રી પર ઘણા આરોપો લાગ્યા હતા કે તેણે છેતરપિંડી કરી છે, ફેમસ થવા માટે લગ્ન કર્યા છે જો કે આ મુદ્દે તેણે ક્યારેય કોઇ પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ યુજવેન્દ્ર ચહલે ડિવોર્સ પછી આરજે મહવશ સાથે જોવા મળતો હતો, જે બાદ તે અટકળો લગાવવા લાગી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

હવે યુજવેન્દ્ર ચહલે એક ઇન્ટરવ્યૂ આપ્યું છે, જેમાં તેણે પોતાની પર્સનલ લાઇફને લઇને ઘણી વાતો શેર કરી છે. ક્રિકેટરે કહ્યું કે તે અને ધનશ્રી છેલ્લા ઘણા વર્ષોથી તેમના સંબંધોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે તેઓએ તેમના સંબંધોનું ભવિષ્ય દેખાયું નહીં, ત્યારે તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો. સાથે જ યુજવેન્દ્રએ એ પણ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેને ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું હતું.

આ કારણે સંબંધોમાં તિરાડ પડી હતી

ફેમસ પોડકાસ્ટર રાજ શમની સાથેની વાતચીતમાં ચહલે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. ચહલે કહ્યું કે આ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી બધુ ફાઇનલ ના થાય ત્યાં સુધી અમે દુનિયાને બતાવીશું નહીં. ક્રિકેટરે ધ્યાન દોર્યું હતું કે તે રાષ્ટ્રીય ટીમ તરફથી રમી રહ્યો હતો અને ધનશ્રી પણ તેની કારકિર્દીમાં વ્યસ્ત હતી, તેથી તેઓ એકબીજાને ફુલ ટાઇમ આપી શક્યા ન હતા, જે તેમના લગ્નજીવનમાં તિરાડ પડવાનું મુખ્ય કારણ બની ગયું હતું.

ચહલ આત્મહત્યા કરવા વિશે વિચારી રહ્યો હતો

ચહલે આગળ કહ્યું કે મેં વિજય હઝારે ટ્રોફીમાંથી બ્રેક લીધો હતો કારણ કે હું મારા માઇન્ડનો ઉપયોગ કરી શકતો ન હતો. ક્રિકેટે મને ખુશી આપી છે અને તે આજે પણ મને ખુશ રાખે છે. જો હું તે ન કરી શકું તો પછી કંઈક ગરબડ છે, તેથી મેં એક મહિનાનો વિરામ લીધો. મેં મારા જીવનમાં ક્યારેય છેતરપિંડી કરી નથી. હું એવી વ્યક્તિ નથી. તમને મારા જેવો કોઈ વફાદાર નહીં મળે.

આ પણ વાંચો – ખુશી મુખર્જી કાસ્ટિંગ કાઉચ; આવી ઘણી ઓફર આવતી રહે છે, પરંતુ બધું આપણી ઉપર છ

તેણે વધુમાં ઉમેર્યું હતું કે તેની આસપાસના દરેક વ્યક્તિ સત્યને જાણે છે, તેથી તેને દુનિયા સમક્ષ સાબિત કરવાની જરૂર લાગતી નથી. તેણે કહ્યું કે ડિવોર્સ બાદ જ્યારે લોકોએ તેને કમ્ફર્ટેબલ જોયો તો તેમને લાગ્યું કે તે ડિવોર્સથી ખુશ છે. ક્રિકેટરે કહ્યું કે હું થોડા મહિનાઓથી હતાશ હતો. મને એંઝાયટી અટેક આવવા લાગ્યા હતા, પરંતુ મારી નજીકના લોકો જ તેના વિશે જાણે છે. મને આત્મહત્યાના વિચારો આવતા હતા કારણ કે મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

આરજે મહવશે યુઝવેન્દ્રને સપોર્ટ કર્યો હતો

યુઝવેન્દ્ર ચહલે વધુમાં ખુલાસો કર્યો હતો કે તેના દોસ્તો, જેમાં તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ આરજે મહવશ પણ સામેલ હતી. બધાએ મળીને તે તબક્કામાંથી પસાર થવામાં મદદ કરી. ચહલે કહ્યું કે મારા પરિવાર, મહવશે તે સમયે મારી મદદ કરી હતી. તેણે કહ્યું હતું કે આઇપીએલની સિઝન શરૂ થાય તે પહેલા જ તે પોતાના ડિવોર્સની કાર્યવાહી પુરી કરવા માંગે છે.

કેમ પહેરી સુગર ડેડી વાળી ટી-શર્ટ

ડિવોર્સ સમયે યુજવેન્દ્ર ચહલે એક ટી-શર્ટ પહેરી હતી જેના પર ‘બી યોર ઓન શુગર ડેડી’ લખેલું હતું, જેણે ઘણા લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેણે આ વિશે વાત પણ કરી હતી. યુઝવેન્દ્રએ કહ્યું કે મને લાગ્યું કે હું એક મેસેજ આપવા માંગતો હતો અને મેં તે કર્યું. પહેલાં તો હું આવું કરવા માગતો ન હતો પણ પછી કંઈક થયું અને મેં આ નિર્ણય કર્યો. હવે હું તે જ કરીશુ જે હું ઇચ્છુ છું.

Web Title: Yuzvendra chahal breaks silence on divorce from dhanashree verma ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×