scorecardresearch
Premium

India Cricket Team: યુવરાજ સિંહ વન ડે મેચમાં 100 કરતા ઓછા બોલમાં સૌથી વધુ ફટકારનાર ભારતીય ક્રિકેટર, જાણો રોહિત અને કોહલી ક્યા નંબર પર

ODI Cricket Match Highest Score Records: યુવરાજ સિંહ વન ડે સીરીઝમાં એક મેચમાં 100થી ઓછા બોલમાં સૌથી મોટો સ્કોર બનાવનાર ભારતીય ક્રિકેટરોની યાદીમાં પહેલા નંબર પર છે.

yuvraj singh cricket record | yuvraj singh | yuvraj singh score record | yuvraj singh Indian cricketer | Indian cricketer name
Yuvraj Singh Cricket Record: યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ખેલાડી છે. (Photo: @yuvisofficial)

Highest ODI Score for India while facing less than 100 balls: ક્રિકેટ મેચમાં ભારતીય ક્રિકેટરો શાનદાર પર્ફોર્મન્સ માટે ફેમસ છે. ભારતમાં એવા ક્રિકેટરોની કોઈ કમી નથી કે જેઓ ઝડપી રન સ્કોર માટે જાણીતા હતા. ફોર્મેટ ગમે તે હોય, આ ક્રિકેટરોને ખાસ ફરક પડયો નહતો અને તેઓ પોતાની નેચરલ ગેમ રમતા હતા.

જો કે કેટલીક વખત પરિસ્થિતિ એવી બની જતી હોય છે કે, તમારે ટીમની સ્થિતિ જોઇ બેટિંગ કરવી પડે છે, પણ જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય છે, ત્યારે બોલરો માટે બેટ્સમેનને બોલ ફટકારવા રોકવા મુશ્કેલ બની જાય છે. આવા ખેલાડીઓ ભારતમાં અગાઉ પણ હતા અને હજી પણ છે.

યુવરાજ સિંહ નંબર વન

વન ડે ફોર્મેટની વાત કરીએ તો ભારતના ઘણા એવા ખેલાડી છે જેમણે એક મેચ દરમિયાન 100 થી ઓછા બોલનો સામનો કર્યો હતો, પરંતુ એવી શાનદાર ઈનિંગ રમી છે જે યાદગાર બની ગઈ છે. હવે અમે તમને જણાવીએ કે ભારત માટે વનડેમાં એવા કયા ક્રિકેટરો છે જેમણે પોતાની ઈનિંગ દરમિયાન 100થી ઓછા બોલમાં સૌથી મોટી ઈનિંગ રમી છે. 100થી ઓછા બોલનો સામનો કરી ભારત માટે વનડે મેચમાં સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે નોંધાયેલો છે, જેણે 2008માં ઈંગ્લેન્ડ સામે 138 રન બનાવ્યા હતા.

વન ડેમાં 100 થી ઓછા બોલમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટરોમાં બીજા નંબર પર છે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, જેણે 2012માં શ્રીલંકા સામેની વન ડે મેચમાં 100થી ઓછા બોલમાં 133 રન ફટકાર્યા હતા. તો ત્રીજા નંબર પર છે ભારતનો સિનિયર ઓપનર બેટ્સમેન શિખર ધવન, જેણે 2017માં શ્રીલંકા સામે 100 બોલમાં 132 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા આ યાદીમાં ચોથા નંબર પર છે, જેણે વર્ષ 2023માં અફઘાનિસ્તાન સામે ક્રિકેટ મેચમાં 131 રન બનાવ્યા હતા, જો કે 2017માં પણ કોહલીએ શ્રીલંકા સામે 131 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો | દુલીપ ટ્રોફી : સંજુ સેમસન-રિંકુ સિંહને કર્યા નજરઅંદાજ, શું ટેસ્ટ રમવા લાયક નથી? આ છે ઘરેલું ક્રિકેટના આંકડા

વન-ડે મેચમાં 100 થી ઓછા બોલમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટ

  • 138 રન – યુવરાજ સિંહ vs ઇંગ્લેન્ડ (2008)
  • 133 રન – વિરાટ કોહલી vs શ્રીલંકા (2012)
  • 132 રન – શિખર ધવન vs શ્રીલંકા (2017)
  • 131 રન – રોહિત શર્મા vs અફઘાનિસ્તાન (2023)
  • 131 રન – વિરાટ કોહલી vs શ્રીલંકા (2017)
  • 130 રન – શુબમન ગિલ vs ઝિમ્બાબ્વે (2022)
  • 129 રન – વિરાટ કોહલી vs દક્ષિણ આફ્રિકા (2018)

Web Title: Yuvraj singh highest odi score for india less than 100 balls rohit sharma and virat kohli in list as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×