scorecardresearch
Premium

યશસ્વી જયસ્વાલે 2024માં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારી, જાણો રોહિત શર્મા, સૂર્ય કુમાર કયા નંબર પર

Yashasvi Jaiswal : બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શાનદાર દેખાવ કર્યો હતો. તેણે બીજી ટેસ્ટમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી

Yashasvi Jaiswal, યશસ્વી જયસ્વાલ
ભારતનો સ્ટાર ક્રિકેટર યશસ્વી જયસ્વાલ (તસવીર – યશસ્વી જયસ્વાલ ટ્વિટર)

Yashasvi Jaiswal Most 6s In 2024 For India : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશનો વ્હાઇવોશ કરીને 2-0થી વિજય મેળવ્યો હતો. હવે બાંગ્લાદેશ ભારત સામેની 3 મેચની ટી-20ની શ્રેણીમાં રમશે, જે 6 ઓક્ટોબરથી શરુ થશે. ટેસ્ટ ટીમમાં સામેલ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ જેવા ખેલાડીઓ આ ટી-20 શ્રેણીમાં રમશે નહીં. આગામી ક્રિકેટ શ્રેણીને ધ્યાનમાં રાખીને આ ખેલાડીઓને ટી-20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શાનદાર દેખાવ કર્યો હતો. ખાસ કરીને બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં તેણે ખૂબ જ ઝડપી ગતિથી રમીને અડધી સદી ફટકારી હતી અને ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. યશસ્વીએ પ્રથમ ઇનિંગમાં 51 બોલમાં 72 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં 45 બોલમાં 51 રન બનાવ્યા હતા અને આ બંને ઇનિંગમાં 3 સિક્સર પણ ફટકારી હતી. વર્ષ 2024માં ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન યશસ્વી છે.

યશસ્વી જયસ્વાલે 2024માં સૌથી વધુ સિક્સર ફટકારી

યશસ્વી જયસ્વાલે વર્ષ 2024માં ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 45 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે કુલ 41 છગ્ગા ફટકાર્યા છે. ચાલુ વર્ષે ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલ 22 સિક્સર સાથે ત્રીજા નંબર પર છે.

આ પણ વાંચો – મહિલા ટી 20 વર્લ્ડ કપ કાર્યક્રમ, ફોર્મેટ, રેકોર્ડ સહિત બધી માહિતી

જ્યારે ચોથા સ્થાને રહેલા શિવમ દુબેએ કુલ 17 સિક્સર ફટકારી છે. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 13 સિક્સર ફટકારી છે અને તે પાંચમા સ્થાને છે. જ્યારે રિંકુ સિંહ 12 સિક્સર સાથે છઠ્ઠા નંબર પર છે.

2024માં ભારત માટે સૌથી વધુ સિક્સર

  • 45 – યશસ્વી જયસ્વાલ
  • 41 – રોહિત શર્મા
  • 22 – શુભમન ગિલ
  • 17 – શિવમ દુબે
  • 13 – સૂર્યકુમાર યાદવ
  • 12 – રિંકુ સિંહ

Web Title: Yashasvi jaiswal most 6s in 2024 for india ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×