scorecardresearch
Premium

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : બોક્સિંગ ડે ટેસ્ટમાં પરાજય, હવે ભારત ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકશે? આવું છે સમીકરણ

WTC final India scenario : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં પહોંચવાની સંભાવનાને મોટો ઝટકો લાગ્યો. જોકે હજુ ફાઇનલમાં પહોંચવાની તક છે, જાણો ગણિત

World test championship, WTC Point Table
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ફાઇલ ફોટો)

WTC Points Table: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બોક્સિંગ ડે ટેસ્ટમાં સોમવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે 184 રનથી હાર્યા બાદ ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં પહોંચવાની સંભાવનાને મોટો ઝટકો લાગ્યો હતો. આ પરાજય સાથે ભારત ત્રીજા સ્થાને છે અને પર્સેન્ટેજ 55.89થી ઘટીને 52.78 થઈ ગયા છે.

ઓસ્ટ્રેલિયાએ આ ચક્રમાં તેની 10મી જીત સાથે ફાઇનલમાં પહોંચવાની સંભાવનાને પ્રબળ બનાવી દીધી છે. તેનો પીસીટી 58.89 થી વધીને 61.46 થયો છે. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામે જીત મેળવી આવતા વર્ષે લોર્ડ્સમાં રમાનાર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી સ્થિતિમાં જો ઓસ્ટ્રેલિયા 3 જાન્યુઆરીથી સિડનીમાં શરુ થઈ રહેલી આખરી ટેસ્ટ મેચ ડ્રો કરે કે જીતે તો ભારત ડબલ્યુટીસીની ફાઇનલમાંથી બહાર ફેંકાઇ જશે.

WTC ફાઇનલ્સ માટે ક્વોલિફાય થવા માટે ભારતનું સમીકરણ?

  • ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટ હાર્યા બાદ હવે ભારતીય ટીમ પોતાના દમ પર ડબલ્યુટીસીની ફાઇનલમાં પહોંચી શકશે નહીં. જો સિડનીમાં જીત મેળવે તો ભારતની પીસીટી 55.26 થઈ જશે, જેથી આશા જીવંત રહેશે. આ પછી જો શ્રીલંકા ઓછામાં ઓછા 1-0ના અંતરથી ઓસ્ટ્રેલિયાને હરાવે તો ભારત ફાઈનલમાં પ્રવેશ કરી લેશે.
  • જો ભારત આગામી ટેસ્ટ ડ્રો કરે છે, તો તેમનો પીસીટી 51.75 થઈ જશે અને તે રેસમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં રમાનારી બંને ટેસ્ટ ઓસ્ટ્રેલિયા હારી જાય તો પણ પીસીટી ભારત કરતાં આગળ રહેશે.
  • એટલે કે ભારતે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટેસ્ટ જીતવી પડશે. આ સિવાય શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને બે ટેસ્ટમાં હરાવી દે તેવી આશા રાખવી પડશે.
ક્રમટીમમેચપોઇન્ટPCT
મેચજીતહારડ્રો
1દક્ષિણ આફ્રિકા (Q)117318866.67
2ઓસ્ટ્રેલિયા16104211861.45
3ભારત1897211452.77
4ન્યૂઝીલેન્ડ147708148.21
5શ્રીલંકા115606045.45
6ઇંગ્લેન્ડ221110111443.18
7બાંગ્લાદેશ (E)124804531.25
8પાકિસ્તાન (E)114704030.30
9વેસ્ટ ઇન્ડીઝ (E)112723224.24
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિ પોઇન્ટ ટેબલ

આ પણ વાંચો – દિગ્ગજ થયા ફ્લોપ, જસપ્રીત બુમરાહને ના મળ્યો સાથ, જાણો ટીમ ઇન્ડિયાના પરાજયના 5 કારણો

ઓસ્ટ્રેલિયા ડબલ્યુટીસીની ફાઇનલમાં પહોંચવાની નજીક

ઓસ્ટ્રેલિયાએ બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતને હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. તેની ડબ્લ્યુટીસી ફાઇનલમાં પહોંચવાની સંભાવના વધુ મજબૂત બની છે. સિડની ટેસ્ટ જીતીને કે ડ્રો કરીને તે લોર્ડ્ઝની ટિકિટ બુક કરાવી શકે છે

Web Title: Wtc points table after mcg test australia near wtc final india scenario ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×