scorecardresearch
Premium

WPL Final 2025, MI vs DC : આજે મુંબઈ અને દિલ્હી વચ્ચે ફાઈનલ મેચ, કોણ મારશે બાજી, શું કહે છે આંકડા?

wpl 2025 final Mumbai Indians vs Delhi Capitals : મહિલા આઈપીએલ 2025 ચેમ્પિયન બનવા દિલ્હી ફરી એકવાર 3જી વખત ફાઇનલ મુકાબલા માટે સીધું પ્રવશ્યું છે. પરંતુ સેમિફાઈનલમાં જીતનારી ટીમ સામે હારી ગયું છે. હવે આજની મહિલા આઈપીએલ 2025 ફાઈનલમાં શું થાય છે એ જોવું રહ્યું.

wpl 2025 final mi vs dc
મહિલા આઈપીએલ 2025 ફાઇનલ, મુંબઈ ઇન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ – photo- X @DelhiCapitals

WPL Final 2025, MI vs DC : વુમેન્સ પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ સામે 47 રને વિજય બાદમુંબઈએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.મુંબઈ ઇન્ડિયન્સ આજે 15 માર્ચ શનિવારે સાંજે દિલ્હી કેપિટલ્સ સામે ફાઇનલમાં ટકરાશે. જોકે, આજે વુમેન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કોણ બાજી મારશે એ જોવું રહ્યું. જોકે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ જીત માટે દાવેદાર રહેશે. કારણ કે દિલ્હી સતત બે વખત ફાઈનલમાં પહોંચે છે પરંતુ જીતી શકતું નથી. જો આ વખતે પણ આ પરંપરા ચાલું રહેશે તો વુમેન્સ પ્રીમિયર લીગ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન્સ બનશે.

સતત બે વખત સેમિફાઈનલ મેચ જીતનારી ટીમ ફાઈનલ જીતી

ડબલ્યૂપીએલ ત્રણ સિઝન આંકડા ચકાસીએ તો એલિમિનેટર અને ફાઇનલ મેચ વચ્ચે રસપ્રદ તારણ જાણી શકાય છે. દિલ્હી ફાઇનલ સુધી આવે છે પરંતુ ક્યારેય ચેમ્પિયન બની શક્યું નથી. મહિલા આઈપીએલ 2023 અને 2024 મુકાબલામાં એલિમિનેટર જીતનારી ટીમ ચેમ્પિયન બની છે.

દિલ્હી કેપિટલ્સ ટીમ સીધી ફાઈનલમાં પહોંચે છે

મહિલા આઈપીએલ 2025 તેમજ અગાઉની બે સિઝનના આંકડા જોઇએ તો દિલ્હી કેપિટલ્સ માટે ચેમ્પિયન બનવાનું સપનું દર વખતે અધુરુ રહી જાય છે. ત્રણે સિઝનમાં દિલ્હી કેપિટલ્સ લીગ મેચમાં જોરદાર દેખાવ કરી પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહે છે. સીધું ફાઇનલમાં પ્રવેશે છે પરંતુ ફાઇનલ મેચમાં એલિમિનેટર મેચ જીતનારી ટીમ સામે હારી જાય છે. રસપ્રદ વાત તો એ છે કે ફાઇનલમાં દિલ્હી ટોસ પણ જીતી છે પરંતુ મેચ જીતી શકતું નથી.

મહિલા આઈપીએલ 2023 એલિમિનેટર

મુંબઈ સ્થિત ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે 24 માર્ચ 2023 ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિ યુપી વોરિયર્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઇ હતી. યુપી વોરિયર્સ ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યુપી વોરિયર્સ 17.4 ઓવરમાં 110 રનમાં ઓલ આઉટ થઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 72 રને જીતી ફાઇનલમાં પ્રવેશી હતી.

મહિલા આઈપીએલ 2024 એલિમિનેટર

WPL 2024 પોઇન્ટ ટેબલ પર 2જા સ્થાને રહેલ મુંબઈ ઇન્ડિયન્સ અને 3જા સ્થાને રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 15 માર્ચ 2024 ના રોજ નવી દિલ્હી સ્થિત અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચ રમાઇ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટોસ જીતી હતી અને પહેલા બેટીંગ કરી હતી.

RCB એ 20 ઓવરમાં 6 વિકેટ પર 135 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી માત્ર 130 રન બનાવી શકી હતી. 5 રનના ઓછા માર્જિનથી એલિમિનેટર જીતી ફાઇનલમાં પ્રવેશ કરનાર આરસીબી ડીસીને હરાવી ચેમ્પિયન બની હતી.

મહિલા આઈપીએલ 2025 એલિમિનેટર

વુમન પ્રીમિયર લીગ 2025 એલિમિનેટર મુકાબલો 13 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ વિ ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. જે ટીમ જીતશે એ 15 માર્ચે દિલ્હી સામે ફાઇનલ મેચમાં ટકરાશે. અહીં નોંધનિય છે કે, WPL 2025 પોઇન્ટ ટેબલ પર સતત ત્રીજી વખત દિલ્હી કેપિટલ્સ ટોચ પર છે.

WPL Final 2025માં દિલ્હી બાજી મારશે?

સતત ત્રીજી વખત દિલ્હી કેપિટલ્સ સીધું ફાઇનલમાં પ્રવેશ્યું છે પરંતુ ચેમ્પિયન બની શક્યું નથી. હવે જોવાનું એ છે કે આ વખતે દિલ્હી ચેમ્પિયન બની હારની હેટ્રિક થતી રોકી શકશે કે કેમ? કે ફરી એકવાર એલિમિનેટર જીતનાર ટીમ ચેમ્પિયન બનશે!

Web Title: Wpl 2025 final mi vs dc mumbai indians vs delhi capitals how become champions ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×