scorecardresearch
Premium

વન-ડે વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ ચોથા નંબર પર બેટિંગ કરે, રવિ શાસ્ત્રીએ 2019માં બનાવેલી યોજનાનો કર્યો ખુલાસો

World Cup 2023 : ચોથા નંબર પર બેટિંગ કરતા વિરાટ કોહલીએ 7 સદી સાથે 55.21ની એવરેજથી 1767 રન બનાવ્યા છે

Ravi Shastri | World Cup 2023 | virat kohli
વિરાટ કોહલી અને પર રવિ શાસ્ત્રી.

World Cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમનો 2019 વન ડે વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટી ચિંતા પ્લેઇંગ ઇલેવનમાં નંબર 4નું સ્થાન હતું. આ વિશે રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે ટીમના મુખ્ય કોચ હતા ત્યારે તેમણે વિરાટ કોહલીનો આ સ્થાન પર ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો.

ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ચોથા નંબર પર વિરાટ કોહલીના રેકોર્ડને ટાંકીને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ટોચના ચાર ખેલાડીઓ ફ્લેક્સિબલ રહે. વિરાટ કોહલી જ્યાં પણ ટીમને જરૂર હોય ત્યાં બેટિંગ કરવા માટે તૈયાર હતો. ચોથા નંબર પર બેટિંગ કરતા વિરાટ કોહલીએ 7 સદી સાથે 55.21ની એવરેજથી 1767 રન બનાવ્યા છે.

રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સના સિલેક્શન ડે શો માં વાતચીતમાં કહ્યું કે જો વિરાટને ચોથા નંબર પર બેટિંગ કરવી હશે તો તે ટીમના હિતમાં ચોથા નંબર પર બેટિંગ કરશે. તમે જાણો છો કે મેં આ વિશે ઘણી વાર વિચાર્યું છે.

કદાચ મેં એમએસકે સાથે આ વિશે વાત કરી છે: રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીએ કહ્યું કે અહીં સુધી કે છેલ્લા બે વર્લ્ડ કપમાં પણ. જ્યારે હું 2019માં મુખ્ય કોચ હતો. મેં વિચાર્યું કે બની શકે કે મેં તે સમસ્યાના ઉકેલ માટે ચોથા નંબર પર બેટિંગ કરવા વિશે એમએસકે (એમએસકે પ્રસાદ, તત્કાલિન મુખ્ય પસંદગીકાર) સાથે ચર્ચા કરી હોય.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે તમે જાણો છો કારણ કે જો આપણે ટોપ ઓર્ડરની શરૂઆતમાં બે કે ત્રણ વિકેટ ગુમાવીશું તો આપણી પર સંકટ આવી જશે. સેમિ ફાઈનલ સુધી પહોંચવા દરમિયાન આ સાચું પણ સાબિત થયું હતું. વિરાટ કોહલીના રેકોર્ડ પર નજર કરીએ તો તે ચોથા નંબર પર ઘણો સારો છે.

આ પણ વાંચો – વર્લ્ડ કપમાં વર્તમાન ટીમ કરતા અલગ હશે ટીમ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય પછી રાહુલ દ્રવિડનું નિવેદન

વિરાટ કોહલીએ અત્યાર સુધી 275 વન ડેમાં 57.32ની એવરેજ અને 93.62ની સ્ટ્રાઇક રેટથી 12898 રન બનાવ્યા છે. જેમાં 46 સદી અને 65 અડધી સદી છે. વિરાટ કોહલી વર્લ્ડ કપમાં અત્યાર સુધી 26 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 46.81ની એવરેજથી 1030 રન બનાવ્યા છે. જેમાં તેની 2 સદી અને 6 અડધી સદી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર 107 રન છે.

કોહલીની કેપ્ટન્સીમાં મારી બોલિંગમાં ધરખમ ફેરફાર થયો છેઃ ઇશાંત શર્મા

વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંગે ઇશાંત શર્માએ કહ્યું છે કે મારી બોલિંગમાં આમૂલ પરિવર્તન વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં આવ્યું હતું. તે દરેક બોલરને સમજે છે. તે દરેક બોલર સાથે એક-એક કરીને વાત કરે છે. તે હંમેશાં કહેતો હતો કે હું જાણું છું કે તમે સાતત્યપૂર્ણ છો પરંતુ હું ઇચ્છું છું કે તમે લીકથી હટીને વિચારો અને વિકેટ લો.

Web Title: World cup 2023 ravi shastri reveals strategy for number 4 spot during 2019 odi world cup ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×