scorecardresearch
Premium

વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો, સચિન તેંડુલકરના શરમજનક રેકોર્ડની કરી બરાબરી

Virat Kohli Duck : વર્લ્ડ કપ 2023માં ઇંગ્લેન્ડ સામે વિરાટ કોહલી 9 બોલમાં શૂન્ય રને ડેવડ વિલીની ઓવરમાં કેચ આઉટ થયો

World Cup 2023 | I virat kohli
વિરાટ કોહલી (તસવીર – સોશિયલ મીડિયા)

World Cup 2023, Ind vs ENG : વન-ડે વર્લ્ડકપ 2023માં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલો વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને શૂન્ય પર આઉટ થઇને પેવેલિયન પરત ફર્યો હતો. ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો સ્કોર 26 રન હતો ત્યારે શુભમન ગિલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી વિરાટ કોહલી ત્રીજા નંબર પર આવ્યો હતો. એક વિકેટ પડ્યા બાદ કોહલી અને રોહિત બંને દબાણમાં દેખાયા હતા અને ઇંગ્લિશ બોલર ડેવિડ વિલીએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.

વન-ડે વર્લ્ડકપમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો કોહલી

વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે 9 બોલનો સામનો કર્યો હતો અને તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. રન બનાવતા પહેલા કોહલી ઈચ્છતો હતો કે તે ક્રિઝ પર થોડો સમય વિતાવે અને પછી આક્રમક કરે. પરંતુ ઇંગ્લિશ બોલર પહેલા પાવરપ્લેમાં પિચના ભેજનો ભરપૂર ફાયદો ઉઠાવતા જોવા મળ્યા હતા અને કોહલી ડેવિડ વિલીના બોલ પર મિડ-ઓફ પર ઉભેલા બેન સ્ટોક્સને કેચ આપી બેઠો હતો. વન-ડે વર્લ્ડકપમાં આ પ્રથમ વખત હતું જ્યારે વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. અત્યાર સુધી વન-ડે વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ 100, 8, 34, 12, 1, 59, 24, 9, 35, 107, 46, 33, 33, 44, 38, 3, 1, 18, 82, 77, 67, 72, 66, 26, 34, 1, 85, 55, 16, 103, 95, 00 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – કોહલી ક્યારે ફટકારશે વન-ડે કારકિર્દીની 50મી સદી, ગાવસ્કરે જણાવ્યો દિવસ અને સ્થળનું નામ

કોહલીએ તેંડુલકરના રેકોર્ડની કરી બરાબરી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 34મી ઘટના હતી જ્યારે વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો અને તેણે સચિનની બરાબરી કરી હતી. સચિન પણ 34 વખત ડક પર આઉટ થયો હતો. ઝહીર ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધારે વખત ડક પર આઉટ થનાર ખેલાડી છે. ઝહિર ખાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 43 વખત શૂન્ય પર આઉટ થયો છે. સફળ ખેલાડી રહ્યો હતો. વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે 11મી વખત ડક પર આઉટ થયો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે શૂન્ય પર આઉટ થનાર ભારતીયો

43 – ઝહીર ખાન (227 ઇનિંગ્સ)
40 – ઇશાંત શર્મા (173 ઇનિંગ્સ)
37 – હરભજન સિંહ (284 ઇનિંગ્સ)
35 – અનિલ કુંબલે (307 ઇનિંગ્સ)
34 – વિરાટ કોહલી (569 ઇનિંગ્સ)
34 – સચિન તેંડુલકર (782 ઇનિંગ્સ)

Web Title: World cup 2023 ind vs eng virat kohli first duck in odi world cup match ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×