scorecardresearch
Premium

ફાઇનલમાં પરાજય પછી ભાવુક થઇ ભારતીય ટીમ, રોહિત, વિરાટ, સિરાજ અને રાહુલની આંખમાં આવ્યા આંસુ

World Cup 2023 Final : 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું, ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું

Rohit Sharma | IND vs AUS | World Cup 2023 Final
રોહિત શર્મા વર્લ્ડ કપની ફાઇનલમાં પરાજય પછી ભાવુક થયો હતો. (તસવીર – સોશિયલ મીડિયા)

IND vs AUS World Cup 2023 Final: રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ સખત મહેનત કરીને વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ટીમ ઈન્ડિયાની આ હાર બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે નિરાશામાં ડૂબી ગઈ હતી અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલ મેદાન પર જ ભાવુક જોવા મળ્યા હતા.

20 વર્ષ પછી મળ્યું તે જ દર્દ

ભારતીય ટીમ છેલ્લે વર્ષ 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ પછી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2023માં ટીમ ઇન્ડિયા ફરી પોતાની ધરતી પર આવી જ સિદ્ધિ મેળવશે. પરંતુ ફાઇનલ મેચમાં બધુ જ બદલાઇ ગયું અને સતત જીતતી ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે વર્લ્ડકપની ફાઇનલ મેચ 2003માં રમાઇ હતી. તે સમયે કાંગારુ ટીમે રિકી પોન્ટિંગની કેપ્ટન્સીમાં ભારતને હરાવ્યું હતું, હવે બરાબર 20 વર્ષ બાદ પેટ કમિન્સે પણ આવું જ કમાલ કરી અને ભારત સામે વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો – ભારતનું સપનું ફરી રોળાયું, ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન

ટીમ ઈન્ડિયાનું ફાઇનલમાં પ્રદર્શન અગાઉની મેચ જેવું રહ્યું ન હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા અને કાંગારુ ટીમે ટ્રેવિસ હેડના 137 રનની મદદથી 43 ઓવરમાં 4 વિકેટે 241 રન બનાવીને 6 વિકેટથી મેચ જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તે 1987, 1999, 2003, 2007, 2015માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.

Web Title: World cup 2023 ind vs aus final indian team crying after defeat in cwc final ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×