scorecardresearch
Premium

વર્લ્ડ કપ ફાઇનલની તૈયારીઓ શરૂ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે એર શો

World Cup Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરને રવિવારના રોજ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

narendra modi stadium, IPL 2024
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Express photo by Nirmal Harindran)

World Cup Final Narendra Modi Stadium : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરને રવિવારના રોજ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી ટીમ દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયામાંથી એક હશે. ફાઈનલને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાણકારી છે કે મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક એર શોનું આયોજન કરવામાં આવશે.

ફાઇનલને યાદગાર બનાવવા માટે યોજાશે એર શો

ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલ થવા જઈ રહી છે. આ દિવસને યાદગાર બનાવવા માટે મેચ પહેલા એર શોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે. રિપોર્ટ અનુસાર મેચના દિવસે એર શો પહેલા સ્ટેડિયમની આસપાસ ગુરુવારે એક રિહર્સલ કરવામાં આવ્યું હતું. ગુરુવારે સ્ટેડિયમની આસપાસ જેટ ઉડતા જોવા મળ્યા હતા. વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા એર શો માટે પણ પરવાનગી માંગવામાં આવી છે.

આ પણ વાંચો – ભારતે ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો, રોહિત શર્માએ 4 વર્ષ પછી બદલો લીધો

ટૂર્નામેન્ટમાં અજેય છે ભારતીય ટીમ

ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી બનવા પ્રબળ દાવેદાર છે. સેમિ ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પણ મજબૂત છે કારણ કે ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ભારતે લીગ સ્ટેજની તમામ 9 મેચ જીતી હતી અને ન્યૂઝીલેન્ડને સેમિ ફાઇનલમાં હરાવ્યું હતું.

જોરદાર ફોર્મમાં છે ભારતીય ટીમ

રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારતે અત્યાર સુધી પ્રભાવશાળી દેખાવ કર્યો છે. વર્ષ 2011 બાદ ભારત પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ગોલ્ડન તક છે. અત્યારે ટીમની બેટિંગ અને બોલિંગ તેના બેસ્ટ સ્તર પર છે. વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ અને રોહિત શર્મા કમાલની બેટિંગ કરી રહ્યા છે. બોલિંગમાં મોહમ્મદ શમી બેટ્સમેનો માટે કાળ બની ગયો છે. શમીએ આ ટૂર્નામેન્ટમાં 23 વિકેટ ઝડપી છે.

Web Title: World cup 2023 final air show in ahmedabad narendra modi stadium ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×