scorecardresearch
Premium

ભારત વિ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં કઈ મેચમાં શું થયું? કેવી રીતે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના મોઢાથી જીતનો સ્વાદ છીનવી લીધો

આજ તો ટેસ્ટ ક્રિકેટની સુંદરતા છે. ચોથા દિવસ સુધી મેચમાં આગળ ચાલી રહેલી ઈંગ્લેન્ડની ટીમ પાચમાં દિવસે ભારતીય બોલરો સામે ઘૂંટણીયે આવી ગઈ હતી. ઓવલ ટેસ્ટના છેલ્લા દિલસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી દીધી છે.

IND vs ENG 5th Test interesting information
ભારત વિ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં કઈ મેચમાં શું થયું? (તસવીર: સોશિયલ મીડિયા)

આજ તો ટેસ્ટ ક્રિકેટની સુંદરતા છે. ચોથા દિવસ સુધી મેચમાં આગળ ચાલી રહેલી ઈંગ્લેન્ડની ટીમ પાચમાં દિવસે ભારતીય બોલરો સામે ઘૂંટણીયે આવી ગઈ હતી. ઓવલ ટેસ્ટના છેલ્લા દિલસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી દીધી છે. છેલ્લી વિકેટના રૂપમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ જોશ ટંગને ક્લીન બોલ્ડ કર્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાની ઉજવણી જોતા જ બનતી હતી. ડ્રેસિંગ રૂમમાં ગૌતમ ગંભીર સહિત ખેલાડીઓ ખુશીથી ફૂલી ગયા હતા. ટેસ્ટ મેચમાં આ સૌથી ઓછા અંતરથી ભારતની જીત છે. આ સાથે જ 5 મેચોની સિરીઝ 2-2 થી બરબારી પર સમાપ્ત થઈ છે.

છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને 35 રનની જરૂર હતી, જ્યારે તેમની પાસે 4 વિકેટ બાકી હતી. ભારત માટે મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી અને ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં સૌથી મોટો હીરો સાબિત થયો છે. ભારતે છેલ્લી ઇનિંગમાં ઇંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે અગાઉ ભારતીય ટીમે યુવા શુભમન ગિલની કેપ્ટનશીપમાં એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની ટીમને હરાવી હતી, જ્યારે માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો રહી હતી.

ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 76.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવી લીધા હતા. વરસાદને કારણે રમત વહેલી સમાપ્ત કરવી પડી હતી. છેલ્લા દિવસે ભારતીય ટીમને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી, જ્યારે ઇંગ્લેન્ડને 35 રનની જરૂર હતી.

જોકે 78મી ઓવરના ત્રીજા બોલ પર મોહમ્મદ સિરાજનો એક અદ્ભુત બોલ જેમી સ્મિથના બેટની ધારથી વિકેટકીપર ધ્રુવ જુરેલ સુધી પહોંચ્યો અને તેણે તેને કેચ કરવામાં કોઈ ભૂલ કરી નહીં. જ્યારે થર્ડ અમ્પાયરે જેમીને આઉટ જાહેર કર્યો, ત્યારે ટીમ ઈન્ડિયાનો ઉજવણી જોવા લાયક હતી. સ્ટેડિયમમાં તેના ચાહકો પણ નાચી રહ્યા હતા. મોહમ્મદ સિરાજે બીજું એક અદ્ભુત કામ કર્યું. 80 મી ઓવરમાં તેણે જેમી ઓવરટનનો શિકાર કર્યો, જે LBW આઉટ થયો હતો. અહીં પણ થર્ડ અમ્પાયરે નિર્ણય આપ્યો. આ પછી પ્રસિદ્ધ કૃષ્ણાએ અદ્ભુત કામ કર્યું અને ટંના સ્ટમ્પ ઉખેડી નાખ્યા.

આ પણ વાંચો: પાંચમી ટેસ્ટમાં ભારતનો રોમાંચક વિજય, શ્રેણી 2-2થી ડ્રો, સિરાજ બન્યો હીરો

આ પછી ઘાયલ ક્રિસ વોક્સ એક હાથે બેટિંગ કરવા માટે મેદાન પર પહોંચ્યો. અહીંનું દૃશ્ય ઋષભ પંત જેવું જ હતું, જે છેલ્લી મેચમાં મેદાનમાં લંગડાતો આવોયા હતો અને અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન ગુસ એટકિન્સને એક શોટ રમ્યો, જેને આકાશ દીપ બાઉન્ડ્રી પર પકડી શક્યો નહીં અને બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર 6 રન માટે ગયો. આ તે ક્ષણ હતી જ્યારે ભારતીય ચાહકો અવાચક થઈ ગયા. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ટંગને આઉટ કર્યો ત્યારે ભારતીય ટીમ વિજયની ઉજવણીમાં ડૂબી ગઈ. મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ લીધી, એક વિકેટ આકાશ દીપને મળી.

ભારત વિ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં કઈ મેચમાં શું થયું?

પહેલી ટેસ્ટ મેચ 20 જૂનથી 24 જૂન સુધી હેડિંગ્લી, લીડ્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી 6 જુલાઈ સુધી એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતે શાનદાર વાપસી કરી અને ઈંગ્લેન્ડને 336 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ રીતે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ.

આ પછી ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી 14 જુલાઈ સુધી ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા લોર્ડ્સ, લંડન ખાતે રમાઈ હતી. તે એક રોમાંચક મેચ હતી જેમાં ઈંગ્લેન્ડે ભારતને માત્ર 22 રનથી હરાવ્યું હતું. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી 27 જુલાઈ સુધી માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ હતી. આ મેચ ખૂબ જ મુશ્કેલ હતી અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

Web Title: What happened in which match in india vs england test series know all interesting information rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×