scorecardresearch
Premium

Rohit vs Virat Fitness: રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં કોણ છે વધુ ફિટ, ટીમ ઈન્ડિયાના સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચે કહી આવી વાત

Virat Kohli Fitness : વિરાટ કોહલી વિશે વાત કરતા ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચ અંકિત કાલિયારે કહ્યું કે ફિટનેસની વાત આવે તો વિરાટ કોહલી એક ઉદાહરણ છે અને તેણે ભારતીય ટીમમાં ફિટનેસનું કલ્ચર બનાવ્યું છે

virat kohli vs rohit sharma Records | virat kohli | rohit sharma
વિરાટ કોહલી અને રોહિત શર્મા (BCCI)

Virat Kohli vs Rohit Sharma Fitness : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની ફિટનેસને લઇને ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચ અંકિત કાલિયારે મોટો ખુલાસો કર્યો છે. અંકિતે કહ્યું કે રોહિત શર્મા થોડો ભારે લાગે છે, પરંતુ તે સંપૂર્ણ રીતે ફિટ છે. આ સાથે જ તેણે વિરાટ કોહલીને માત્ર ભારતીય ક્રિકેટ ટીમનો જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટનો પણ સૌથી ફિટેસ્ટ ખેલાડી ગણાવ્યો હતો. જોકે રોહિત શર્માની ફિટનેસ વિશે ઘણી વાર ચર્ચા કરવામાં આવે છે કારણ કે તે થોડો ભારે લાગે છે, પરંતુ અંકિત દ્વારા જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે તે પછી તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે રોહિત શર્મા ભલે દેખાતો ભારે હોય પરંતુ તે સંપૂર્ણ રીતે ફિટ છે.

રોહિત શર્મા પણ કોહલી જેટલો જ ફિટ છે

અંકિત કાલિયારે TOI સાથે વાત કરતા કહ્યું કે રોહિત શર્મા સંપૂર્ણ રીતે ફિટ ખેલાડી છે અને તેની ફિટનેસ ઘણી સારી છે. તે થોડો ભારે લાગે છે, પરંતુ તે હંમેશા યો-યો ટેસ્ટ પાસ કરે છે. રોહિત શર્મા પણ વિરાટ કોહલી જેટલો જ ફિટ છે. તે એવું લાગે છે કે તે ભારે છે, પરંતુ અમે તેને મેદાન પર જોયો છે અને તેની ચપળતા અને ગતિશીલતા અદ્ભુત છે. હિટમેન સૌથી ફિટ ક્રિકેટરોમાંથી એક છે. અંકિતે કહ્યું કે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં ફિટનેસ કલ્ચરને મજબૂત બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે અને તેના કારણે જ મોટાભાગના ભારતીય ક્રિકેટરો ખૂબ જ ફિટ છે.

આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા માટે સિદ્ધિઓથી ભરેલું વર્ષ, રચ્યો ઇતિહાસ, 5 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો

કોહલીની ફિટનેસ દરેક માટે એક ઉદાહરણ છે

વિરાટ કોહલી વિશે વાત કરતા અંકિતે કહ્યું કે ફિટનેસની વાત આવે તો વિરાટ કોહલી એક ઉદાહરણ છે અને તેણે ભારતીય ટીમમાં ફિટનેસનું કલ્ચર બનાવ્યું છે. જ્યારે તમારો ટોચનો ખેલાડી આટલો ફિટ હોય છે, ત્યારે તમે અન્ય લોકો માટે એક ઉદાહરણ બનો છો અને તે અન્ય લોકોને આત્મવિશ્વાસ આપે છે. જ્યારે તે ટીમનો કેપ્ટન હતો, ત્યારે તેણે ખાતરી કરી હતી કે દરેક વ્યક્તિ ફિટ રહે અને ટીમમાં જોડાનારા ખેલાડીઓમાં ફિટનેસ તેનું ટોચનું માપદંડ હતું.

તેમણે કહ્યું કે ફિટનેસને લઈને વિરાટ ભાઈએ ટીમમાં જે પ્રકારનું કલ્ચર અને શિસ્ત બનાવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને આ જ કારણ છે કે ભારતીય ટીમના ખેલાડીઓ ખૂબ જ ફિટ છે.

Web Title: Virat kohli vs rohit sharma fitness team india strength and conditioning coach ankit kaliyar reveled jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×