scorecardresearch
Premium

કોહલીએ રોહિત સાથે પોતાના સંબંધો પર કર્યો મોટો ખુલાસો, આ ઇનિંગ્સ વિરાટને છે સૌથી વધારે પસંદ

વિરાટ કોહલીએ એક ઈવેન્ટ દરમિયાન પોતાના કરિયર સાથે જોડાયેલી ઘણી વાતો કરી હતી, જેમાં તેણે પોતાના અને રોહિત શર્માના સંબંધો વિશે પણ વાત કરી

virat kohli , rohit sharma
વિરાટ કોહલીએ જણાવ્યું કે હું અને રોહિત શર્મા છેલ્લા 15-16 વર્ષથી સાથે મળીને ભારતીય ટીમ તરફથી રમી રહ્યા છીએ અને આ એક અદ્ભુત સફર રહી છે (BCCI)

Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલ 2024માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને તે તેની ટીમ માટે ઘણા રન બનાવી રહ્યો છે. કોહલી પોતાની દમદાર બેટિંગના આધાર પર આ લીગમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પહેલા નંબર પર છે. આઈપીએલ 2024ની વચ્ચે કોહલીએ એક ઈવેન્ટ દરમિયાન પોતાના કરિયર સાથે જોડાયેલી ઘણી વાતો કરી હતી, જેમાં તેણે પોતાના અને રોહિત શર્માના સંબંધો વિશે પણ વાત કરી હતી. આ સિવાય તેણે એ પણ જણાવ્યું કે તેને પોતાની ક્રિકેટ કરિયરમાં કઇ ઇનિંગ્સ સૌથી વધુ પસંદ છે.

અમારી ક્રિકેટની સફર શાનદાર રહી છે – વિરાટ કોહલી

વિરાટ કોહલીએ જણાવ્યું કે હું અને રોહિત શર્મા છેલ્લા 15-16 વર્ષથી સાથે મળીને ભારતીય ટીમ તરફથી રમી રહ્યા છીએ અને આ એક અદ્ભુત સફર રહી છે જે અમે બંને શેર કરી છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી પાસે ફક્ત 2-3 વરિષ્ઠ ખેલાડીઓ જ બાકી રહેશે. અમે સાથે મળીને એક ગ્રેટ જર્ની કરી છે અને તે પોતાની રીતે કમાલની છે.

કોહલીએ રોહિત શર્મા વિશે વધુમાં જણાવ્યું હતું કે મેં રોહિતને એક ખેલાડી તરીકે વિકસતો જોયો છે અને તેણે તેની કારકિર્દીમાં જે કર્યું છે તેમજ તેણે જે રીતે ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી છે તે અમેઝીંગ છે.

આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને તેના સાવકા ભાઈએ ચૂના લગાડ્યો, 4.25 કરોડની છેતરપિંડી કરવા બદલ ધરપકડ

પાકિસ્તાન સામે રમેલી ઇનિંગ્સ સૌથી વધુ ફેવરિટ

કોહલીએ તેની કારકિર્દીની એવી ઇનિંગ્સ વિશે વાત કરી હતી જેને તે સૌથી વધુ પસંદ કરે છે. તેણે કહ્યું કે ટી-20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે અણનમ 82 રનની ઇનિંગ્સ રમી હતી તેને સૌથી વધુ પસંદ કરે છે.

કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા સમયમાં જ્યારે ખેલાડીઓ ડેબ્યૂ કરતા હતા ત્યારે તેમની પાસે પોતાને સાબિત કરવા માટે 4-5 મેચ હતી. આ દરમિયાન જ્યારે તમે ખુદને સાબિત કરશો તો તમે ટીમમાં ટક્યા રહેશો નહીં તો બહાર થઇ જશો. પહેલા આજના જેવું ન હતું કે દરેકની પાસે પોતાની ફેન ક્લબ હોય છે અને તેઓ માહોલ ઉભો કરે છે કે અમારા ખેલાડી સાથે ખરાબ થયું.

કોહલીએ કહ્યું કે લોકોને મારો વ્યવહાર જોઇને નિરાશા થઇ કારણ કે મેં નવીન-ઉલ-હક અને ગૌતી ભાઈ (ગૌતમ ગંભીર)ને ગળે લગાવ્યા હતા. હસીને કહ્યું કે હવે લોકોને મસાલા મળવાનું બંધ થઈ ગયું.

Web Title: Virat kohli revelation on his relationship with rohit sharma ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×