T20 World Cup 2024 Schedule : જૂનમાં ટી-20 વર્લ્ડ કપ 2024ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ દ્વારા કરવામાં આવનાર છે. ટુર્નામેન્ટના કાર્યક્રમમાં ક્ષતિ રહી છે. પહેલી મેચ 2 જૂનના રોજ યોજાવાની છે. 26 અને 27 જૂનના રોજ સેમીફાઈનલ યોજાવાની છે. ફાઇનલ 29 જૂને યોજાશે. બીજી સેમિફાઈનલ અને ફાઈનલ વચ્ચે એક દિવસીય અંતરનો અર્થ એ થાય કે કોઈ પણ ટીમને 24 કલાકથી ઓછા સમયમાં ફાઈનલ રમવી પડી શકે છે.
કેરેબિયન દેશોમાં જૂનમાં ગરમી પડે છે, તેથી વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ તેને નકારી શકાય નહીં. અન્યથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) અને ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (સીડબ્લ્યુઆઇ) શા માટે અનામત દિવસો રાખશે? જો વરસાદ પડે તો બીજી સેમીફાઈનલ રિઝર્વ ડે એટલે કે બીજા દિવસે (28 જૂન)ના રોજ યોજાય છે, તો બીજી સેમીફાઈનલ જીતનારી ટીમને 24 કલાકથી પણ ઓછા સમયમાં ફાઈનલ રમવી પડશે.
T20 World Cup 2024 : ગુયાનાથી બાર્બાડોસ સુધીની મુસાફરી
એટલું જ નહીં તેમણે તે સમયગાળામાં ગુયાનાના પ્રોવિડન્સથી બાર્બાડોસના બ્રિજટાઉન સુધી મુસાફરી કરવી પડશે. બની શકે કે ભારતીય ટીમ બીજી સેમીફાઈનલ રમશે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર અંતિમ-4માં ક્વોલિફાય થયા બાદ ભારતીય ટીમને તારીખ 27મી જુને ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.30 વાગ્યાથી સેમિ ફાઈનલ રમવાની છે.
આ પણ વાંચોઃ- આઈપીએલ 2024 : પ્લેઓફની રેસ બની રસપ્રદ, જાણો કઇ ટીમને છે કેટલી તક, આવું છે સમીકરણ
T20 World Cup 2024 : સીડબ્લ્યુઆઈએ શું કહ્યું?
સીડબ્લ્યુઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટની રમતના નિયમો પર આઇસીસીનું પણ નિયંત્રણ છે અને વેસ્ટ ઇન્ડીઝ બોર્ડ તેના પર કોઈ ટિપ્પણી કરી શક્યું નથી. આ અંગે ક્રિકબઝે આઇસીસીનો સંપર્ક સાધ્યો. જો કે, 15 માર્ચના રોજ એક મીડિયા રિલીઝ દ્વારા 55 મેચની ટૂર્નામેન્ટની અંતિમ ત્રણ મેચો માટે અનામત દિવસોની પુષ્ટિ કરવામાં આવી હતી.
T20 World Cup 2024 : ફાઇનલને 30 જૂનના રોજ રિઝર્વ ડે પર શિફ્ટ કરવી પડી શકે છે
જો આવી સ્થિતિ સર્જાય તો આઇસીસીએ ફાઈનલને 30મી જુનના રિઝર્વ ડેમાં ખસેડવી પડી શકે છે. આઇસીસીની ગત ટુર્નામેન્ટમાં સેમિ ફાઈનલ અને ફાઈનલ વચ્ચે પૂરતું અંતર હતુ. ગત વર્ષે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 નવેમ્બરે બીજી સેમિ ફાઈનલ રમાઈ હતી અને 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ રમાઈ હતી.