scorecardresearch
Premium

આ બે ખેલાડી વગર ભારત ટી-20 વર્લ્ડ કપ જીતી ના શકે, ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીએ જણાવ્યા નામ

T20 World Cup 2024 : ટી-20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે અને આ વખતે તે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે યોજાશે. આ માટે એપ્રિલના અંતમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે

michael vaughan, T20 World Cup 2024
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન માઇકલ વોન (તસવીર – સોશિયલ મીડિયા)

T20 World Cup 2024 : રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત વન ડે વર્લ્ડ કપ 2023માં ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ટીમ ચેમ્પિયન બની શકી ન હતી. હવે ટીમ ઈન્ડિયા પાસે રોહિતની કેપ્ટન્સીમાં ટી-20 વર્લ્ડ કપ 2024 જીતવાની સારી તક હશે. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 2007માં ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, પરંતુ ત્યાર બાદથી ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતી શકી નથી. ટીમ ઈન્ડિયા 2014માં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી પણ ચેમ્પિયન બવી શકી ન હતી. જ્યારે ભારતીય ટીમ 2016 અને 2022માં સેમિ ફાઈનલ સુધી પહોંચી હતી.

હાર્દિક અને પંત વિના ભારત ટાઇટલ જીતી શકશે નહીં – માઇકલ વોન

ટી-20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે અને આ વખતે તે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે યોજાશે. આ માટે એપ્રિલના અંતમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે, પરંતુ તે પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ વોને એવા બે ખેલાડીઓના નામ આપ્યા જેમના વગર ભારતીય ટીમ આ વખતે ટાઇટલ જીતી શકે તેમ નથી. વોનનું માનવું છે કે ટીમ ઇન્ડિયામાં હાર્દિક પંડ્યાની હાજરી ઘણો ફરક પાડી શકે છે, પરંતુ હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં વધારે સારી લયમાં દેખાતો નથી. આમ છતાં વોન હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં જોવા માંગે છે.

આ પણ વાંચો – આઈપીએલ 2024માં ગ્લેન મેક્સવેલનો 1 રન 19 લાખમાં પડ્યો, 12 સિઝનમાં સાતમી વખત કર્યા નિરાશ

માઇકલ વોને યૂટ્યૂબ પર રણવીર શો દરમિયાન કહ્યું કે ભારતને ટી20 વર્લ્ડકપ જીતવા માટે હાર્દિક પંડ્યાની જરૂર પડશે. તેનાથી પણ જરૂરી એ છે કે આ ટૂર્નામેન્ટમાં હાર્દિક પંડ્યા સારું રમે. વોને કહ્યું કે હાર્દિક પંડ્યા પાસે લયમાં વાપસી માટે હજુ થોડો સમય છે અને તેની હાજરીમાં ભારત પાસે આ ટાઇટલ જીતવાની ઘણી સારી તક હશે. આ ઉપરાંત વોને ઋષભ પંતના ઘણા વખાણ કરતાં સ્પષ્ટપણે કહ્યું હતુ કે ભારત ત્યારે જ ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીતી શકે છે જો હાર્દિક પંડયા અને ઋષભ પંત બંને તેમની ટીમમાં હાજર હોય. આ બંને વિના ભારત માટે આ ટાઇટલ જીતવું શક્ય નહીં બને.

ઋષભ પંત આઈપીએલ 2024 દ્વારા મેદાનમાં પાછો ફર્યો છે

વોને વધુમાં કહ્યું કે જો હાર્દિક પંડ્યા અને ઋષભ પંત સારું રમશે તો ભારત ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતી શકે છે. પંત તેની ઈજા પહેલા જે પ્રકારે બેટીંગ કરી રહ્યો હતો તે જ રીતે તેને રમવાની જરુર પડશે. તેની સાથે સાથે ભારતને ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાની જરુર પડવાની છે. તમને જણાવી દઈએ કે ઋષભ પંત આઈપીએલ 2024 દ્વારા મેદાનમાં પાછો ફર્યો છે અને આ સિઝનમાં તેનું પ્રદર્શન સારું ચાલી રહ્યું છે.

Web Title: T20 world cup 2024 michael vaughan hardik pandya rishabh pant ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×