ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી (T20 World Cup 2022) શરુ થવાનો છે અને રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાની (Team India)તૈયારીઓ ઝડપી બનાવી છે. ટીમને ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓમાં સેટ થવા માટે વધારે સમય મળે તે માટે નિર્ધારિત સમય કરતા એક સપ્તાહ પહેલા ત્યાં રવાના કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) 4 ઓક્ટોબરે ઇન્દોરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટી-20 રમ્યા પછી ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ થયેલી ટીમને ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય કર્યો છે. નેટ બોલર અને સ્ટેન્ડબાય પણ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે. ઇન્ડિયન એક્સપ્રેસને મળેલી જાણકારી પ્રમાણે ટીમ 5 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે. ન્યૂઝીલેન્ડ (17 ઓક્ટોબર) અને ઓસ્ટ્રેલિયા (18 ઓક્ટોબર) સામે આઈસીસી તરફથી આયોજીત બે વોર્મઅપ મેચ પહેલા ઓછામાં ઓછી ત્રણ બીજી વોર્મઅપ મેચ રમશે.
રાહુલ દ્રવિડની સલાહથી બન્યો પ્લાન
બોર્ડે મુખ્ય કોચ રાહુલ દ્રવિડની સલાહથી ખેલાડીઓને વોર્મઅપ મેચ આપવાનો નિર્ણય કર્યો છે. 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયા પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. બીસીસીઆઈના પદાઘિકારીએ કહ્યું કે અમે કેટલીક ટીમો સાથે વાતચીત કરી રહ્યા છીએ જે આઈસીસી તરફથી રાખવામાં આવેલી વોર્મઅપ મેચ સિવાય અમારી સાથે રમશે.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ વહેલા રવાના થવાની હોવાથી દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં શિખર ધવન ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 6, 9 અને 11 ઓક્ટોબરે વન-ડે રમશે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ
17 ઓક્ટોબર – ભારત વિ. ઓસ્ટ્રેલિયા (વોર્મઅપ મેચ)
19 ઓક્ટોબર – ભારત વિ. ન્યૂઝીલેન્ડ (વોર્મઅપ મેચ)
23 ઓક્ટોબર – ભારત વિ. પાકિસ્તાન
27 ઓક્ટોબર – ભારત વિ. એ-2
30 ઓક્ટોબર – ભારત વિ. દક્ષિણ આફ્રિકા
2 નવેમ્બર – ભારત વિ. બાંગ્લાદેશ
6 નવેમ્બર – ભારત વિ. બી-1
ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ,
સ્ટેન્ડબાય પ્લેયર્સ
મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઇ, દીપક ચાહર.