scorecardresearch
Premium

ફ્લાઇટ છૂટવાથી ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયો વેસ્ટ ઇન્ડીઝનો આ ખેલાડી

T20 World Cup: કોઇ ઇજા કે ખરાબ ફોર્મના કારણે વર્લ્ડ કપ રમવાથી ચુક્યો નથી તે પાછળનું કારણ તેની ફ્લાઇટ છૂટી જવાનું છે

શિમરોન હેટમાયરના (Shimron Hetmyer)સ્થાને શામરાહ બ્રુક્સનો સમાવેશ કરાયો (તસવીર સોર્સ - એએનઆઈ-ટ્વિટર -  @windiescricket))
શિમરોન હેટમાયરના (Shimron Hetmyer)સ્થાને શામરાહ બ્રુક્સનો સમાવેશ કરાયો (તસવીર સોર્સ – એએનઆઈ-ટ્વિટર – @windiescricket))

T20 World Cup:ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે 4 ઓક્ટોબરની સવારે (ભારતીય સમય પ્રમાણે) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને જાણ કરી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં શિમરોન હેટમાયરના (Shimron Hetmyer)સ્થાને શામરાહ બ્રુક્સનો સમાવેશ કરાયો છે. ખાસ વાત એ છે કે હેટમાયર કોઇ ઇજા કે ખરાબ ફોર્મના કારણે વર્લ્ડ કપ રમવાથી ચુક્યો નથી તે પાછળનું કારણ તેની ફ્લાઇટ છૂટી જવાનું છે. હેટમાયર 2022માં આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.

હેટમાયરે ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝને ફ્લાઇટની તારીખ બદલવાની વિનંતી કરી હતી. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે તેની વિનંતી સ્વીકારી લીધી હતી. જોકે હેટમાયર બદલાયેલી તારીખે પણ ફ્લાઇટ પકડી શક્યો ન હતો. ફ્લાઇટ ન પકડી શકવાનો મતલબ છે કે હેટમાયર ઓસ્ટ્રેલિયા સામે બુધવારે 5 ઓક્ટોબરે મેટ્રિકોન સ્ટેડિયમમાં રમાનાર પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમી શકશે નહીં.

આ પણ વાંચો – બીજી ટી-20માં ભારતીય ખેલાડીઓનું સમર્પણ અને ત્યાગ જોવા મળ્યું, જુઓ Video

ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના મતે હેટમાયરે ક્રિકેટ નિર્દેશકને જણાવ્યું હતું કે તે ન્યૂયોર્ક માટે 3 ઓક્ટોબરની બપોરે ફ્લાઇટ માટે સમયસર એરપોર્ટ પહોંચી શકશે નહીં.

ક્રિકેટ નિર્દેશક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે બપોરે અમે સીડબલ્યુઆઈ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સૂચિત કર્યા કે પસંદગી પેનલે સર્વસંમતિથી અમારી ટી-20 વર્લ્ડ કપ ટીમમાં શિમરોન હેટમાયરના સ્થાને શામરાહ બ્રુક્સને રાખવાનો નિર્ણય કર્યો છે.

નિવેદન પ્રમાણે જ્યારે આપણે પારિવારિક કારણોથી શિમરોન હેટમાયરની ઉડાન શનિવારથી સોમવાર માટે બદલી હતી. ત્યારે એ સ્પષ્ટ કર્યું હતું કે જો ઓસ્ટ્રેલિયાની યાત્રામાં કોઇ મોડું થશે અને સમસ્યા આવશે તો આપણે પાસે ટીમમાંથી હટાવવા સિવાય કોઇ વિકલ્પ રહેશે નહીં.

Web Title: T20 world cup 2022 shimron hetmyer out of world cup squad after missing flight

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×