scorecardresearch
Premium

SRH vs RCB Playing 11 : શું હૈદરાબાદ સામે હારનો બદલો લઈ શકશે બેંગલુરુ, આવી હશે સંભવિત પ્લેઈંગ ઈલેવન

Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore 11: ઈન્ડિય પ્રીમિયર લીગ 2024ની 41 મી મેચ હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે રમાશે. પોઈન્ટ ટેબલ પરથી ઉપર ઉઠવા માટે આજે આરસીબી ખેલાડીઓમાં કેવા ફેરફાર કરશે?

Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore 11 Prediction: હૈદરાબાદ વિ. બેંગલુરુ, આઈપીએલ 2024ની 41મી મેચ
SRH vs RCB Playing 11, હૈદરાબાદ વિ. બેંગલુરુ, આઈપીએલ 2024ની 41મી મેચ, Photo – X, @SunRisers, @RCBTweets

IPL 2024 Match 41, Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore, SRH vs RCB Playing 11 : આજે 25 એપ્રિલ, ગુરુવારે આઈપીએલ 2024ની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલ પર છેલ્લે રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ટકરાશે. હૈદરાબાદની ટીમે છેલ્લી મેચોમાં ઘણા રન બનાવ્યા છે. તેની રેકોર્ડબ્રેક બેટિંગે વિરોધી બોલરોને પરસેવો છોડાવી દીધો છે. હૈદરાબાદ સામે પોતાની હારનો બદલો લેવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર કરશે.

SRH vs RCB : નબળી બોલિંગ સામે ઝઝૂમી રહી છે આરસીબી

બીજી તરફ RCBના બેટ્સમેનોએ તેમની બોલિંગની ખામીઓને સરભર કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે પરંતુ સંતુલનની દૃષ્ટિએ આટલી નબળી ટીમ માટે ઓલરાઉન્ડ પ્રદર્શન કરવું અશક્ય લાગે છે. બોલિંગ ઓર્ડરમાં નબળાઈના કારણે આરસીબીનો સંપૂર્ણ દેખાવ નબળો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ- મોહિત શર્મા આઈપીએલના ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર બન્યો, 4 ઓવરમાં આપ્યા આટલા રન

એક હાર બાદ આરસીબી પ્લેઓફની રેસમાંથી બહાર થશે

હવે આ મેચ જીતીને વિરાટ કોહલીની બેંગલુરુ ટીમ જીતના પાટા ઉપર પાછી ફરવા માંગશે. પોઈન્ટ ટેબલ સૌથી નીચે 10માં નંબર છે. આરસીબી માટે આજની મેચ કરો યા મરોની સ્થિતિ વાળી છે. હવે એક હાર તેમને પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકી દેશે.

Sunrisers Hyderabad kings vs Royal Challengers Bangalore 11 Prediction: હૈદરાબાદ વિ. બેંગલુરુ, આઈપીએલ 2024ની 41મી મેચ
SRH vs RCB Playing 11, હૈદરાબાદ વિ. બેંગલુરુ, આઈપીએલ 2024ની 41મી મેચ, Photo – X, @SunRisers, @RCBTweets

SRH vs RCB : ટ્રેવિસ હેડની આક્રમક બેટિંગ

ટ્રેવિસ હેડ આક્રમક બેટિંગ કરે છે અને તેને મળેલી દરેક તકનો ફાયદો ઉઠાવે છે. અભિષેક શર્માએ પણ સારી બેટિંગ કરી છે અને હેનરિક ક્લાસને પણ આ સિઝનમાં બેટથી સારું યોગદાન આપ્યું છે. SRH ની મજબૂત બેટિંગ તેમના બોલરોને મદદ કરી અને કેપ્ટન પેટ કમિન્સનું કામ આસાન થઈ ગયું છે. SRH સાત મેચમાં 10 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે.

SRH vs RCB : સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, શાહબાઝ અહેમદ, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન.

SRH vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ.

Web Title: Srh vs rcb ipl 2024 match 41 playing 11 prediction pat cummins vs faf du plessis player list news in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×