scorecardresearch
Premium

Year Ender 2023 : શુભમન ગિલનો 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રહ્યો દબદબો, રોહિત શર્મા, વિરાટ કોહલી બધાને પાછળ છોડી દીધા

Shubman Gill Run in 2023 : વર્ષ 2023માં શુભમન ગિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 7 સદી અને 10 અડધી સદી ફટકારી છે. આ વર્ષે ગિલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 212 રન રહ્યો છે

highest run in 2023 | rohit sharma | shubman gill | virat kohli
શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા (ફાઇલ ફોટો)

Shubman Gill Most International Run In 2023 : વર્ષ 2023 ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ માટે શાનદાર રહ્યું છે. આ વર્ષે તેણે પોતાના બેટની તાકાત બતાવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ વર્ષે રન બનાવવાના મામલે ગિલ કરતા ઘણા પાછળ રહ્યા છે. ગિલે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે પાકિસ્તાની દિગ્ગજ બાબર આઝમ ટોપ 5 ખેલાડીઓમાં પોતાનું સ્થાન બનાવી શક્યો ન હતો.

શુભમન ગિલનું વર્ષ 2023માં પ્રદર્શન

વર્ષ 2023માં ભારતીય ઓપનર બેટ્સમેન શુભમન ગિલના પ્રદર્શનની વાત કરીએ તો આ વર્ષે તેણે ત્રણેય ફોર્મેટમાં 48 મેચની 52 ઇનિંગ્સમાં સૌથી વધુ 2154 રન બનાવ્યા અને આ વર્ષે તેની એવરેજ 46.82 રહી છે. ગિલે આ વર્ષે કુલ 7 સદી અને 10 અડધી સદી ફટકારી હતી, જ્યારે તે બે વખત શૂન્ય પર આઉટ થયો હતો. આ વર્ષે ગિલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 212 રન હતો. ગિલ ઓવરઓલ જ નહીં પરંતુ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

આ પણ વાંચો – પૂર્વ ક્રિકેટરે લાખો રૂપિયાની છેતરપિંડી કરી, ઋષભ પંત પાસેથી 2 વર્ષમાં ઠગી લીધા 1.63 કરોડ

આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી બીજા ક્રમે છે, જેણે 35 મેચની 36 ઇનિંગ્સમાં 66.06ની એવરેજથી 2048 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી અને 10 અડધી સદી ફટકારી હતી. કોહલીનો આ વર્ષનો સર્વશ્રેષ્ઠ સ્કોર 186 રન છે. ડેરિલ મિશેલ ત્રીજા સ્થાને છે, જેણે 50 મેચમાં 1988 રન બનાવ્યા છે. જ્યારે ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા આ યાદીમાં ચોથા સ્થાને છે. આ વર્ષે હિટમેને 35 મેચમાં 4 સદી અને 11 અડધી સદીની મદદથી 1800 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 131 રન રહ્યો છે.

આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટ્રેવિસ હેડ પાંચમા સ્થાને છે, જેણે આ વર્ષે 31 મેચમાં 1698 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 9 અડધી સદી ફટકારી છે. આ વર્ષે બાબર આઝમે 35 મેચમાં 1399 રન બનાવ્યા છે અને 3 સદી અને 10 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 151 રહ્યો છે અને તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં 14મા ક્રમે છે.

Web Title: Shubman gill most international run in 2023 virat kohli 2nd position number jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×