Sara Tendulkar Pilates Academy : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે બિઝનેસની દુનિયામાં પગ મૂક્યો છે. સારા તેંડુલકરે તેના પિતા સચિન તેંડુલકર, માતા અંજલિ તેંડુલકર અને અર્જુન તેંડુલકરની ભાવિ પત્ની સાનિયા ચંડોકની સાથે મળીને પિલેટ્સ સ્ટુડિયો લોન્ચ કર્યો છે.
સચિન તેંડુલકરે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા સારા તેંડુલકરના આ નવા કામની શરૂઆત વિશે માહિતી આપી હતી. સચિન તેંડુલકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તે પોતાના આખા પરિવાર સાથે નવા પિલેટ્સ સ્ટુડિયોની રિબીન કાપતો જોવા મળી રહ્યો છે.
સચિન તેંડુલકરે લખ્યું કે એક માતાપિતા તરીકે, તમે હંમેશાં આશા રાખો છો કે તમારા બાળકોને કંઈક એવું મળે જે તેમને ખરેખર ગમે છે. સારાને પિલેટ્સ સ્ટુડિયો ખોલતા જોવું તે એકદમ ભાવનાત્મક ક્ષણ છે. તેણે પોતાના સખત મહેનત અને વિશ્વાસ સાથે આ સફર કરી છે.
સચિન તેંડુલકરે લખ્યું કે યોગ્ય પોષણ અને શારીરિક પ્રવૃત્તિ હંમેશાં અમારા જીવનનો એક અભિન્ન ભાગ રહ્યો છે અને તે પોતાની રીતે આ વિચારને આગળ ધપાવી રહી છે. જેનું જોવું ઘણું ખાસ છે. સારા, અમે આથી વધારે તમારા પર ગર્વ ન કરી શકીએ અને આ સફર માટે અભિનંદન.
આ પણ વાંચો – કોણ છે સાનિયા ચંડોક? અર્જુન તેંડુલકર સાથે કરી સગાઇ, કરોડોની છે વારસદાર, જાણો સંપૂર્ણ પ્રોફાઇલ
શું છે પિલેટ્સ સ્ટુડિયો
પિલેટ્સ સ્ટુડિયો એક એવી જગ્યા છે જ્યાં લોકોને પિલેટ્સ મેથડથી કસરતો કરવાનું શીખવવામાં આવે છે અને તેમને તે કરવા માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવે છે. તે એવી જગ્યા છે જ્યાં લોકો પિલેટ્સની પ્રેક્ટિસ કરી શકે છે, જે ફિઝિકલ સ્ટ્રેન્થ, સુગમતા, પોસ્ચર અને માનસિક જાગૃતિ સુધારવા માટે ડિઝાઇન કરેલી કસરત સિસ્ટમ છે. પિલેટ્સ સ્ટુડિયો સામાન્ય રીતે રિફોર્મર, મેટ જેવા ખાસ સાધનો પૂરા પાડે છે અને અહીં ગ્રુપ ક્લાસ અને વ્યક્તિગત સત્રો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.