Shubman Gill And Sara Tendulkar : વર્લ્ડ કપની આગામી મેચ માટે ટીમ ઇન્ડિયા મુંબઇમાં છે, જ્યાં 2 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે મેચ યોજાશે. મુંબઈમાં ભારતીય ખેલાડીઓ રિલેક્સ મોડમાં દેખાયા હતા. એક તરફ સૂર્યકુમાર યાદવ ચહેરા પર માસ્ક, આંખો પર કાળા ચશ્મા અને માથા પર કેપ લગાવીને લોકોના ઇન્ટરવ્યૂ લેવા મરીન ડ્રાઇવ પહોંચ્યો હતો. તો બીજી તરફ જિયો વર્લ્ડ પ્લાઝા ઇવેન્ટમાં ભાગ લેવા માટે ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ પહોંચ્યો હતો. અહીં શુભમન ગિલ સારા તેંડુલકર સાથે જોવા મળ્યો હતો.
કેમેરો જોઈને ગિલ પાછો ફરવા લાગ્યો
શુભમન ગિલ અને સારા તેંડુલકરના અફેરની ખબરો ઘણા સમયથી ચર્ચામાં છે. જોકે બંનેમાંથી કોઈએ પણ પોતાના અફેરના સમાચારને જાહેરમાં સ્વીકાર્યા નથી. મંગળવારે રાત્રે શુભમન ગિલ અને સારા તેંડુલકર જિયો વર્લ્ડ પ્લાઝા ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સારા રેડ આઉટફિટમાં જોવા મળી હતી જ્યારે શુભમન ગિલ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. જોકે ગિલે જેવો કેમેરા જોયો કે તરત જ તે પાછો ફરવા લાગ્યો હતો.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ ફટકારી છે સૌથી વધારે અડધી સદી, નામ સાંભળીને ચોંકી જશો
આ કાર્યક્રમમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પહોંચી
સારા અને શુભમન ગિલના આ વીડિયોએ ફરીથી તેમના અફેરની ચર્ચાને વેગ મળ્યો છે. જે ઇવેન્ટ માટે આ બંને મુંબઇના વૈભવી મોલ જિયો વર્લ્ડ પ્લાઝા પહોંચ્યા હતા ત્યાં બોલિવૂડ જગતની અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત હતી. આ કાર્યક્રમમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ સામેલ થયા હતા. અહીં શુભમન ગિલ ઉપરાંત અન્ય ઘણા ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમમાં રોહિત શર્મા પણ પત્ની રિતિકા સાથે હાજર રહ્યો હતો. આ ઉપરાંત રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રિતેશ દેશમુખ, જેનેલિયા, શહનાઝ ગિલ, સોનમ કપૂર, સુનીલ શેટ્ટી, અથિયા શેટ્ટી, નોરા ફતેહી અને કરિશ્મા કપૂર પણ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.