Rohit Sharma Record: રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટર બની ગયો છે. ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં રોહિત શર્માએ આ કિર્તીમાન પોતાને નામ કર્યો છે. રોહિત શર્મા સૌથી વધુ રન બનાવી વિરાટ કોહલી કરતાં આગળ નીકળી ગયો છે. રોહિત શર્માએ ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો છે.
ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં 41 બોલમાં 14 બનાવ્યા હતા અને શોએબ બશીરના બોલ પર ઓલી પોપના હાથમાં કેચ આઉટ થયો હતો. રોહિત ભલે આ નાની ઇનિંગ રમ્યો હતો પરંતુ રોહિતે એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ભારતીય બેટીંગ કિંગ વિરાટ કોહલીને પાછળ રાખી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી સૌથી વધુ નોંધાવ્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્મા એ 29 ટેસ્ટ મેચની 49 ઇનિંગ 2242 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલી એ 36 મેચમાં 60 ઇનિંગમાં 2235 રન બનાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્માએ 7 સદી ફટકારી છે તો વિરાટ કોહલી 4 સદી બનાવી ચૂક્યો છે. રોહિત શર્માનો હાઇએસ્ટ સ્કોર 212 છે જ્યારે વિરાટ કોહલી હાઇએસ્ટ સ્કોરમાં રોહિત કરતાં આગળ છે. વિરાટે અણનમ 254 બનાવેલા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના ત્રણ ટોપ બેટ્સમેનની વાત કરીએ તો સૌથી મોખરે રોહિત શર્મા છે. રોહિત શર્માએ કુલ 2242 રન બનાવ્યા છે. વિરાટ કોહલી બીજા ક્રમે છે જેણે 2235 બનાવ્યા છે. ત્રીજા ક્રમે ચેતેશ્વર પુજારા છે જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1769 રન બનાવ્યા છે. જોકે ચેતેશ્વર પુજારા હમણાં ટેસ્ટ ટીમમાંથી બહાર છે.