RCB vs RR Highlights in Gujarati : આઈપીએલ 2024, બેંગ્લોર વિ. રાજસ્થાન એલિમિનેટર સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ યશસ્વી જયસ્વાલ (45)ની શાનદાર બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024ની એલિમેનિટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2 માં પ્રવેશ કર્યો છે. જ્યાં તે 24 મે ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બીજી તરફ પરાજય સાથે આરસીબીના અભિયાનનો અંત આવ્યો છે. આ સાથે જ ફરી એક વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવાનું તેનું સપનું રોળાઇ ગયું છે.
વિરાટ કોહલીના 8000 રન
આઈપીએલના ઇતિહાસમાં વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે બુધવારે (22 મે) રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટરમાં 24 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ્સ દરમિયાન તેણે આઈપીએલમાં 8000 રન પૂરા કર્યા હતા. આઈપીએલમાં આટલા રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ સિરાજ.
Indian Premier League, 2024Narendra Modi Stadium, Ahmedabad 03 December 2025
Rajasthan Royals 174/6 (19.0)
Royal Challengers Bengaluru 172/8 (20.0)
Match Ended ( Day – Eliminator ) Rajasthan Royals beat Royal Challengers Bengaluru by 4 wickets
આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2 માં પ્રવેશ કર્યો છે. જ્યાં તે 24 મે ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બીજી તરફ પરાજય સાથે આરસીબીના અભિયાનનો અંત આવ્યો છે. આ સાથે જ ફરી એક વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવાનું તેનું સપનું રોળાઇ ગયું છે.
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ યશસ્વી જયસ્વાલ (45)ની શાનદાર બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024ની એલિમેનિટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
રોવમેન પોવેલના 8 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અણનમ 16 રન.
હેટમાયર 14 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 26 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.
રિયાન પરાગ 26 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 36 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.
રાજસ્થાન રોયલ્સે 16.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
ધ્રુવ જુરેલ 8 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી રન આઉટ થયો.
રાજસ્થાન રોયલ્સે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
સંજુ સેમસન 14 બોલમાં 2 સિક્સર સાથે 17 રન બનાવી કર્ણ શર્માની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.
યશસ્વી જયસ્વાલ 30 બોલમાં 8 ફોર સાથે 45 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.
રાજસ્થાન રોયલ્સે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
ટોમ કોહલર-કેડમોર 15 બોલમાં 4 ફોર સાથે 20 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો.
રાજસ્થાનના યશસ્વી જયસ્વાલ અને ટોમ કોહલર-કેડમોર ઓપનિંગમાં ઉતર્યા. સ્વપ્નિલ સિંહની પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા.
રાજસ્થાન રોયલ્સ તરફથી અવેશ ખાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી. અશ્વિનને 2 વિકેટ. જ્યારે સંદીપ શર્મા, બોલ્ટ અને ચહલને 1-1 વિકેટ મળી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 20 ઓવરમાં 8 વિકેટે 172 રન. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 173 રનનો પડકાર મળ્યો છે.
કર્ણ શર્મા 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
મહિપાલ લોમરોર 17 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 32 રન બનાવી અવેશ ખાનનો શિકાર બન્યો.
દિનેશ કાર્તિક 13 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.
રજત પાટીદાર 22 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 34 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં આઉટ થયો.
ગ્લેન મેક્સવેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો.
કેમરોન ગ્રીન 21 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 27 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો.
વિરાટ કોહલી 24 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 33 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 56 રને બીજી વિકેટ ગુમાવી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.
ફાફ ડુ પ્લેસિસ 14 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 17 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.
આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. ટ્રેન્ટ બોલ્ટની પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા.
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ સિરાજ
યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
આઈપીએલ 2024ની એલિમિનેટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે
AccuWeather.com મુજબ, અમદાવાદમાં 22 મેના રોજ દિવસ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જે સાંજ સુધીમાં ઘટીને 31-32 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. IPLની આ સિઝનમાં વરસાદને કારણે ઘણી વખત રમતમાં વિક્ષેપ પડ્યો છે. જોકે, તાજેતરનો અહેવાલ એવો છે કે અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો મેચમાં વરસાદની 0% શક્યતા છે. આનો અર્થ એ થયો કે વરસાદની મેચ પર અસર થવાની સંભાવના નથી અને દર્શકો કોઈપણ વિક્ષેપ વિના રમતનો આનંદ માણી શકશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અગાઉની મેચો કરતાં વધુ સૂકી હોવાની અપેક્ષા છે. પરિણામે, બેટ્સમેનોને અહીં શરૂઆતમાં રન બનાવવાનું પડકારજનક લાગી શકે છે. ઝડપી બોલરો આનો ફાયદો ઉઠાવી શકે છે. જોકે જૂની બોલ સાથેની મધ્ય ઓવરોમાં વિકેટ પણ સ્પિનરોને થોડી મદદ કરી શકે છે. રમતના બીજા ભાગમાં બેટિંગ-ફ્રેંડલી સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ઝાકળ પણ આમાં એક પરિબળ બની શકે છે. પરિણામે, ટોસ જીતનારી ટીમ ઝાકળવાળી સ્થિતિમાં લક્ષ્યનો પીછો કરવાના સંભવિત લાભને ધ્યાનમાં રાખીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર આ સ્ટેડિયમમાં 5 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. તેનો બેસ્ટ સ્કોર 206 છે અને લોએસ્ટ સ્કોર 145 રન છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સના રેકોર્ડની વાત કરવામાં આવે તો 15 મેચ રમ્યું છે. જેમાં રાજસ્થાનનો 9 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. હાઇએસ્ટ સ્કોર 201 રન છે અને લોએસ્ટ સ્કોર 102 રન છે.
આઈપીએલમાં બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચો રમાઇ છે. જેમાં 15 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે અને 13 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. ત્રણ મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગ્લોરનો હાઈએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 70 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 58 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં ટકરાયા ત્યારે રાજસ્થાનનો 6 વિકેટે વિજય થયો હતો.
આઈપીએલ 2024ની એલિમિનેટર મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં જે પણ ટીમનો પરાજય થશે તેના અભિયાનનો અંત આવશે