scorecardresearch
Premium

2022માં ટેસ્ટમાં રન બનાવવાના મામલે વિરાટ કોહલી અને કેએલ રાહુલ કરતા અશ્વિન આગળ

મીરપુર ટેસ્ટમાં જીતનો હીરો રહેલા રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin)આ વર્ષે એક મોટી સિદ્ધિ મેળવી છે. અશ્વિન આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધારે રન કરનાર ટોપ-5 બેટ્સમેનમાં સામેલ થયો

ટેસ્ટમાં ભારતીય ટીમ તરફથી અશ્વિને 2022માં 6 મેચમાં 30ની એવરેજથી 270 રન બનાવ્યા (તસવીર - ટ્વિટર)
ટેસ્ટમાં ભારતીય ટીમ તરફથી અશ્વિને 2022માં 6 મેચમાં 30ની એવરેજથી 270 રન બનાવ્યા (તસવીર – ટ્વિટર)

INDIA vs BANGLADESH: ભારતે બાંગ્લાદેશ (IND vs BAN)સામે બે ટેસ્ટની શ્રેણીમાં 2-0થી જીત મેળવ્યો છે. મીરપુર ટેસ્ટમાં જીતનો હીરો રહેલા રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin)આ વર્ષે એક મોટી સિદ્ધિ મેળવી છે. અશ્વિન આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધારે રન કરનાર ટોપ-5 બેટ્સમેનમાં સામેલ થયો છે. અશ્વિને બીજી ટેસ્ટમાં અણનમ 42 રન બનાવીને આ વર્ષે સૌથી વધારે રન બનાવવાના મામલે વિરાટ કોહલી અને કેએલ રાહુલને પાછળ રાખી દીધા છે. રવિન્દ્ર જાડેજા ફક્ત ત્રણ મેચ રમીને બન્ને કરતા આગળી નીકળી ગયો છે.

અશ્વિન ટોપ-5 બેટ્સમેનોમાં સામેલ

ટેસ્ટમાં ભારતીય ટીમ તરફથી અશ્વિને 2022માં 6 મેચમાં 30ની એવરેજથી 270 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ 26.50ની એવરેજથી 265 રન બનાવ્યા છે. કેએલ રાહુલે 4 મેચમાં 17.12ની એવરેજથી 137 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશના સુપડા સાફ કર્યા પછી પણ ભારતનો રસ્તો નથી આસાન, ઓસ્ટ્રેલિયા સામે આટલા અંતરથી જીતવી પડશે શ્રેણી

ઋષભ પંત પ્રથમ નંબરે

આ વર્ષે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ઋષભ પંત પ્રથમ નંબરે છે. તેણે 61.81ની એવરેજથી 680 રન બનાવ્યા છે. આ દરમિયાન પંતે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે આ વર્ષે 5 ટેસ્ટમાં 60.28ની એવરેજથી 422 રન બનાવ્યા છે. તેણે 4 અડધી સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારાએ 5 મેચમાં 45.44ની એવરેજથી 409 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 3 અડધી સદી સામેલ છે. રવિન્દ્ર જાડેજાએ 3 મેચમાં 328 રન બનાવ્યા છે. જેમાં 2 સદી ફટકારી છે.

ભારતનો 2-0થી શ્રેણી વિજય

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ભારતે 3 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે 2-0થી ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. ભારતને જીત માટે 145 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. અશ્વિને અણનમ 42 અને શ્રેયસ ઐયરે અણનમ 29 રન બનાવ્યા હતા.

Web Title: Ravichandran ashwin scored most runs in test cricket 2022 virat kohli and kl rahul behind

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×