scorecardresearch
Premium

RR vs RCB Highlights IPL 2024 | રાજસ્થાન વિ બેંગ્લોર : વિરાટ કોહલીની સદી કામ ન આવી, રાજસ્થાનની 6 વિકેટથી જીત

RR vs RCB Highlights, IPL 2024 : આઈપીએલ 2024 | રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને બેંગલોરને 6 વિકેટથી હરાવ્યું.

RR vs RCB Live Updates
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલ મેચ (ફોટો – એક્સપ્રેસ)

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, RR vs RCB Highlights : આઈપીએલ 2024 ની 19 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શનિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં રાજસ્થાને બાજી મારી છે. સંજૂ સેમસન અને બટલરની ધુંઆધાર બેટીંગ સામે વિરાટ કોહલીની સદી એળે ગઇ છે. રાજસ્થાને આ મેચ 6 વિકેટથી જીતી લીધી છે. બટલરે છેલ્લા બોલે સિક્સ ફટકારી રાજસ્થાનને જીતાડ્યું સાથે પોતાની સદી પણ કરી છે.

રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોણ મજબૂત સ્થિતિમાં

રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે, જેમાં પ્રથમ લખનઉ, બીજી મેચ દિલ્હી અને ત્રીજી મેચ મુંબઈ વિરુદ્ધ રમી હતી. આ ત્રણે મેચમાં રાજસ્થાન રોયલ્સ જીત મેળવી પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધીમાં ચાર મેચ રમી ચુકી છે, જેમાં ચેન્નાઈ, કોલકાતા અને લખનઉ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પંજાબ સામેની મેચમાં જીત મળી હતી. આ રીતે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ સાથે 8 મા નંબર પર છે.

આરઆર વિ આરસીબી : આઈપીએલ માં બંને વચ્ચે કેટલી વખત ટક્કર થઈ

ઉલ્લેખનીય છે કે, આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ અને અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 30 વખત મુકાબલા થયા છે. જેમાંથી રાજસ્થાન રોયલ્સે 12 અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યો છે. તો ત્રણ મેચ ડ્રો રહી હતી.

રાજસ્થાન રોયલ્સ ટીમ

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ

આ પણ વાંચોRR vs RCB IPL 2024 : રાજસ્થાન વિ બેંગ્લોર વચ્ચે આજે ટક્કર, જાણો પીચ રિપોર્ટ અને વેધર અપડેટ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (ડબ્લ્યુ), સૌરવ ચૌહાણ, રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ

Live Updates
23:14 (IST) 6 Apr 2024
RR vs RCB Live Score: રાજસ્થાન 6 વિકેટથી જીત્યું

જોશ બટલરની સિક્સ સાથે રાજસ્થાને બેંગલોર સામે 6 વિકેટથી જીત મેળવી છે. સંજૂ સેમસન અને જોશ બટલરની ફટકાબાજી સામે વિરાટ કોહલીની સદી એળે ગઇ છે. બટલરે 58 બોલ બોલમાં 100 રન બનાવ્યા છે.

22:57 (IST) 6 Apr 2024
RR vs RCB લાઈવ સ્કોર : ધ્રુવ જુરેલ આઉટ

ધ્રુવ જુરેલના રુપમાં રાજસ્થાનને ચોથી વિકેટ પડી છે. 17મી ઓવરમાં 164 રનના સ્કોર પર જુરેલ 2 રન (3 બોલ) બનાવી વિકેટ કિપરના હાથમાં કેચ આઉટ થયો છે.

22:51 (IST) 6 Apr 2024
RR vs RCB લાઈવ સ્કોર: રિયાન પરાગ આઉટ

રિયાન પરાગના રુપમાં રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી છે. રિયાન પરાગ 4 રન (4 બોલ) બનાવી આઉટ થયો છે. યશ દયાલની બોલિંગમાં વિરાટ કોહલીએ કેચ પકડ્યો હતો. 15.4 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 155 રન છે.

22:44 (IST) 6 Apr 2024
RR vs RCB Live સ્કોર: સંજૂ સેમસન 69 રને આઉટ

રાજસ્થાન રોયલ્સને સેમસનના રુપમાં બીજો ઝટકો મળ્યો છે. 15મી ઓવરમાં સેમસન 69 રન (41 બોલ) બનાવી આઉટ થયો છે. સિરાજની બોલિંગમાં બાઉન્ડરી પર યશ દયાલે કેચ પકડ્યો હતો. રાજસ્થાન રોયલ્સનો સ્કરો 148 રન પર 2 વિકેટ છે. સેમસન આઉટ થતાં રિયાન પરાગ બેટિંગમાં આવ્યો છે. બટલર 77 રન (44 બોલ) રમતમાં છે.

22:18 (IST) 6 Apr 2024
RR vs RCB Live Score: બટલર અર્ધ સદી

રાજસ્થાન રોયલ્સ 10 ઓવરના અંતે સ્કોર 1 વિકેટ પર 95 રન છે. સેમસન 44 (28 બોલ) અને બટલર 50 રન (30 બોલ) રમતમાં ચાલુ છે. બટલરે આ સિઝનની પ્રથમ હાફ સેન્ચૂરી ફટકારી છે.

21:51 (IST) 6 Apr 2024
RR vs RCB Live Score: રાજસ્થાન 34 રન, 5 ઓવર

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આપેલા 184 રનનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સે 5 ઓવરના અંતે 34 રન બનાવ્યા છે. જોકે રાજસ્થાને પહેલી ઓવરમાં જ જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. સેમસન 15 રન (12 બોલ) અને બટલર 19 રન (16 બોલ) સાથે રમતમાં છે.

21:31 (IST) 6 Apr 2024
RR vs RCB Live Score: રાજસ્થાનની પહેલી વિકેટ

રાજસ્થાન રોયલ્સને પહેલી ઓવરમાં ઝટકો લાગ્યો છે. પહેલી ઓવરમાં જયસ્વાલ શૂન્ય રન પર આઉટ થયો છે. ટોપ્લીની ઓવરમાં મેકસવેલે કેચ પકડ્યો હતો.

21:13 (IST) 6 Apr 2024
RCB vs RR Live Score: રાજસ્થાનને જીત માટે 184 ટારગેટ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ દાવ લેતાં 20 ઓવરમાં 183 રન બનાવ્યા છે અને રાજસ્થાનને જીત માટે 184 રનનો ટારગેટ આપ્યો છે. વિરાટ કોહલીએ આજે વિરાટ ઇનિંગ રમતાં 72 બોલમાં 113 રન બનાવ્યા છે.

21:03 (IST) 6 Apr 2024
RCB vs RR Live Score: વિરાટ કોહલી સદી

વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી છે. 67 બોલમાં 100 રન કર્યા છે. આઇપીએલ 2024 સિઝનમાં પ્રથમ સદી છે.

20:47 (IST) 6 Apr 2024
RCB vs RR Live Score: મેક્સવેલ આઉટ

15 ઓવરના અંતે આરસીબીનો સ્કોર 2 વિકેટ પર 129 રન છે. બર્ગરે મેક્સવેલને બોલ્ડ કરતાં આરસીબીની બીજી વિકેટ પડી છે. વિરાટ કોહલી 73 રન (53 બોલ) અને સૌરવ 1 રન (1 બોલ) રમતમાં છે.

20:40 (IST) 6 Apr 2024
RCB vs RR Live Score: ડુ પ્લેસી આઉટ

રાજસ્થાન તરફથી યુજવેન્દ્ર ચહલને પહેલી વિકેટ મળી છે. ફાફ ડુ પ્લેસીને આઉટ કર્યો છે. 44 રન બનાવી ડુ પ્લેસી કેચ આઉટ થયો છે.

20:23 (IST) 6 Apr 2024
RCB vs RR Live Score: 100 રન પાર્ટનરશીપ

રાજસ્થાન રોયલ્સ સામે વિરાટ કોહલી અને ડુ પ્લેસીની 100 રનની ભાગીદારી થઇ છે. 71 બોલમાં 100 બનાવ્યા છે. વિરાટ કોહલી 54 રન અને ડુ પ્લેસી 38 રન સાથે રમતમાં છે.

20:19 (IST) 6 Apr 2024
RCB vs RR Live Score: વિરાટ કોહલી ફિફ્ટી

વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારી. વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે રમતાં 39 બોલમાં 52 રન બનાવ્યા છે.

20:17 (IST) 6 Apr 2024
RCB vs RR Live Score: 88 રન, 10 ઓવર

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રાજસ્થાનના બોલર્સ શરુઆતની 10 ઓવરમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છે. 10 ઓવરના અંતે આરસીબી સ્કોર વિના વિકેટ 88 રન છે. વિરાટ કોહલી 45 રન પર છે.

20:09 (IST) 6 Apr 2024
RCB vs RR Live Score: 64 રન, 8 ઓવર

8 ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સ્કોર 64 રન થયો છે. વિરાટ કોહલી 37 રન અને ડુ પ્લેસી 19 રન સાથે રમતમાં છે.

19:53 (IST) 6 Apr 2024
RCB vs RR Live સ્કોર – 45 રન, 5 ઓવર

પાંચ ઓવરના અંતે આરસીબીએ 45 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 26 રન અને ડુ પ્લેસી 12 રન પર રમતમાં છે.

19:50 (IST) 6 Apr 2024
RCB લાઈવ સ્કોર – 42 રન, 4 ઓવર

રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્રથમ બેટીંગ કરતાં સારી શરુઆત કરી છે. વિરાટ કોહલી અને ડુ પ્લેસી સારુ રમી રહ્યા છે. પહેલી ઓવરમાં આઠ રન બનાવ્યા હતા. વિરાટ અને ડુ પ્લેસી પાવર પ્લેમાં સારી રમત બતાવી રહ્યા છે. ચાર ઓવરના અંતે આરસીબીનો સ્કોર 42 છે. વિરાટ 28 અને ડુ પ્લેસી 7 રન પર રમી રહ્યા છે.

Web Title: Rajasthan royals vs royal challengers bengaluru rr vs rcb ipl 2024 live updates and highlights km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×