scorecardresearch
Premium

આઈપીએલ 2024: ગુજરાત ટાઇટન્સ સંભવિત ટીમ, મોહમ્મદ શમીને બદલે સંદિપ વોરિયર રમશે

Gujarat Titans: ગુજરાત ટાઇટન્સ ટીમ મેનેજમેન્ટે ઇજાગ્રસ્ત મોહમ્મદ શમીના સ્થાને સંદિપ વોરિયરને પસંદ કર્યો છે. હવે જોવાનું એ છે કે યુવા કેપ્ટન શુભમન ગિલની પ્લેઇંગ 11 ટીમમાં કોણ સામેલ થાય છે.

ipl 2024, Gujarat titans team
આઈપીએલ 2024, ગુજરાત ટાઇટન ટીમ photo – X @gujarat_titans

આઈપીએલ 2024 (IPL 2024) ગુજરાત ટાઇટન્સ માટે પડકારજનક છે. ટીમમાં ધરખમ પરિવર્તન આવ્યા છે. પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનેલ ગુજરાત ટાઇટન્સ સિનિયર ખેલાડીઓની ઇજાથી પરેશાન છે. ઇજાગ્રસ્ત મોહમ્મદ શમીને સ્થાને સંદિપ વોરિયરને સામેલ કરાયો છે. યુવા કેપ્ટન શુભમન ગિલ માટે ટીમ પસંદગી મુશ્કેલ બન્યું છે. ગુજરાત પ્લેઇંગ 11 ટીમમાં કોણ હશે?

કેપ્ટન હાર્દિક પંડ્યા ગુજરાત છોડી મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં જોડાયો છે. જેને લીધે ગુજરાતે એક સફળ સુકાની અને સારો ઓલરાઉન્ડર ગુમાવ્યો છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં યુવા બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં એક બાબત સારી છે કે શુભમન ગિલ હાલમાં ઇન ફોર્મ છે. આઈપીએલ ગત સિઝનમાં શુભમન ગિલે સૌથી વધુ રન કર્યા હતા. તેણે 17 મેચમાં 890 રન બનાવ્યા હતા. જે સિઝનના સૌથી વધુ છે.

ગુજરાત ટાઇટન્સ ટીમ મેનેજમેન્ટ દ્વારા શુભમન ગિલ પર ભરોસો મુકાયો છે પરંતુ ગિલ કોના પર ભરોસો મુકશે અને પ્લેઇંગ 11 પસંદ કરશે એ મહત્વની બાબત છે. ટીમ ખેલાડીઓની વાત કરીએ તો ટીમના ભરોસામંદ કેટલાક ખેલાડીઓ ઇજાથી પરેશાન છે. આ ખેલાડીઓના પરફોર્મન્સને લઇને પણ અટકળો છે.

આ પણ વાંચો : રાજસ્થાન રોયલ્સની સંભવિત ટીમ કેવી હશે? જાણો

ગત સિઝનમાં સૌથી વધુ વિકટ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત છે. શમીના સ્થાને ટીમને કેરલનો યુવા બોલર સંદિપ વોરિયર મળ્યો છે. સં ઉમેશ યાદવ પર અપેક્ષાઓ વધુ મુકાઇ રહી છે પરંતુ તે પાવર પ્લેમાં કેટલો સફળ બની શકે છે એ પણ જોવું રહ્યું. બીજી તરફ હાર્દિક પંડ્યાના સ્થાને આર સાઇ કિશોરને તક મળી શકે એમ છે અને તે રાશિદ ખાન સાથે બોલિંગનો જાદુ બતાવી શકે એમ છે.

હાર્દિક પંડ્યાની ખોટ સરભર કરવી ટીમ મેનેજમેન્ટ માટે મોટો પડકાર છે. શાહરુખ ખાન, રાહુલ તેવટિયા અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટર સ્પેન્સર જોન્સન સહિતના યુવા ખેલાડીઓના પ્રદર્શન પર બધુ નિર્ભર છે. કેપ્ટન શુભમન ગિલ આ યુવાઓને કેવી રીતે તક આપે છે પણ મહત્વનું છે.

ગુજરાત ટાઇટન્સ ટીમ ખેલાડી

શુભમન ગિલ (કેપ્ટન), મેથ્યુ વેડ, રિધ્ધિમાન સાહા, ડેવિડ મિલર, સંદિપ વોરિયર, અભિનવ મનોહર, કેન વિલિયમસન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઇ કિશોર, ઉમેશ યાદવ, શાહરુખ ખાન, બી સાઈ સુદર્શન, વિજય શંકર, દર્શન નલકાંડે, નૂર અહમદ, જયંત યાદવ, જોશુઆ લિટલ, મોહિત શર્મા, સુશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન, માનવ સુથાર, કાર્તિક ત્યાગી, અઝમતુલ્લા ઓમરઝાઇ

ગુજરાત ટાઇટન્સ સંભવિત ટીમ 11

શુભમન ગિલ (કેપ્ટન), વિજય શંકર, બી સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રિધ્ધિમાન સાહા (વિકેટકિપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શાહરુખ ખાન, ઉમેશ યાદવ, સંદિપ વોરિયર અને સ્પેન્સર જોન્સન

Web Title: Pl 2024 gujarat titans probable team sandeep warrier replaces mohammed shami

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×