Olympics 2024 Day 13 : પેરિસ ઓલિમ્પિક 2024ના 13મા દિવસે ગુરુવારે (8 ઓગસ્ટ) ભારતને વધુ 2 મેડલ મળ્યો છે. જેવલિન થ્રો માં નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો છે. જ્યારે હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય ટીમ સ્પેન સામે 2-1થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતના કુલ 5 મેડલ થયા છે.
નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો
જેવલિન થ્રો (ભાલા ફેંક) માં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એક નવો ઓલિમ્પિક રેકોર્ડ છે. અરશદે એન્ડ્રીયાસ થોરકિલ્ડસેનનો રેકોર્ડ તોડ્યો છે. એન્ડ્રિયસે 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર ભાલો ફેંકીને આ રેકોર્ડ બનાવ્યો હતો. નીરજ ચોપરાએ 89.45 મીટરનો થ્રો કરીને સિલ્વર જીત્યો હતો.
સેમિ ફાઇનલમાં અમન સેહરાવતનો પરાજય
પુરૂષોની 57 કિગ્રા વર્ગની સેમિ ફાઇનલમાં અમન સેહરાવતનો જાપાનના રે હિગુચી સામે 0-10થી પરાજય થયો છે. અમન આ મેચમાં પ્રથમ ક્રમાંકિત જાપાની રેસલર સામે કંઈ ખાસ કરી શક્યો ન હતો અને મેચ ત્રણ મિનિટ પણ ચાલી ન હતી. રેઇ હિગુચી ટેકનિકલ સુપીરિયટીના આધારે જીત્યો હતો. હવે અમન સેહરાવત બ્રોન્ઝ મેડલ માટે રમશે. બ્રોન્ઝ મેડલની મેચ 9મી ઓગસ્ટે રમાશે. આ પહેલા અમને ક્વાર્ટર ફાઇનલમાં અમને અલ્બાનિયાના જેલિમખાન અબકારોવને 11-0થી હરાવ્યો હતો.
જેવલિન થ્રો (ભાલા ફેંક) માં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એક નવો ઓલિમ્પિક રેકોર્ડ છે. અરશદે એન્ડ્રીયાસ થોરકિલ્ડસેનનો રેકોર્ડ તોડ્યો છે. એન્ડ્રિયસે 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર ભાલો ફેંકીને આ રેકોર્ડ બનાવ્યો હતો. નીરજ ચોપરાએ 89.45 મીટરનો થ્રો કરીને સિલ્વર જીત્યો હતો.
નીરજ ચોપરાએ સતત ત્રીજી વખત થ્રો ફાઉલ કર્યો છે. તેણે પાંચમાંથી કુલ ચાર થ્રો ફાઉલ કર્યા છે. નીરજનો બીજો થ્રો સચોટ હતો જ્યારે તેણે 89.45 મીટર દૂર ભાલોં ફેંક્યો હતો.
નીરજ ચોપરાનો ચોથો થ્રો પણ ફાઉલ રહ્યો છે.. જોકે નીરજ હજુ પણ સિલ્વર મેડલની સ્થિતિમાં છે. હાલ તે બીજા સ્થાને છે. પાકિસાનનો અરશદ પ્રથમ સ્થાને છે.
નીરજ ચોપરાનો ત્રીજો થ્રો ફાઉલ રહ્યો. નીરજ હજુ પણ સિલ્વર મેડલની સ્થિતિમાં છે. હાલ તે બીજા સ્થાને છે.
નીરજ ચોપરાનો બીજો થ્રો 89.45 મીટર ફેંક્યો હતો. હવે નીરજ બીજા સ્થાને આવી ગયો છે. પાકિસ્તાનનો અરશદ નદીમ નંબર વન પર છે.
પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો બીજો થ્રો કર્યો છે. આ એક નવો ઓલિમ્પિક રેકોર્ડ છે. અરશદે એન્ડ્રીયાસ થોરકિલ્ડસેનનો રેકોર્ડ તોડ્યો છે. એન્ડ્રિયસે 23 ઓગસ્ટ 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર ભાલો ફેંકીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
નીરજ ચોપરાનો પ્રથમ થ્રો ફાઉલ રહ્યો છે. તેનો પગ લાઇનને ટચ કરી ગયો હતો.
જેવલિન થ્રો ની સ્ટાર્ટ લિસ્ટ આવી ગઇ છે. ભારતનો નીરજ ચોપરા 8 માં નંબરે ઉતરશે અને પોતાનો પ્રથમ થ્રો કરશે.
જેવલિન થ્રો ની ફાઇનલમાં બધાની નજર નીરજ ચોપરા પર છે. નીરજ ચોપરા પાસે ભારતીયો ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યા છે. થોડીવારમાં ફાઇનલ શરુ થશે.
એમ્સ્ટરડેમ 1928માં ગોલ્ડ
લોસ એન્જલસ 1932માં ગોલ્ડ
બર્લિન 1936માં ગોલ્ડ
લંડન 1948માં ગોલ્ડ
હેલસિંકી 1952માં ગોલ્ડ
મેલબોર્ન 1956માં ગોલ્ડ
રોમ 1960માં સિલ્વર
ટોક્યો 1964માં ગોલ્ડ
મેક્સિકો 1968માં બ્રોન્ઝ
મ્યુનિક 1972માં બ્રોન્ઝ
મોસ્કો 1980માં ગોલ્ડ
ટોક્યો 2020માં બ્રોન્ઝ
પેરિસ 2024માં બ્રોન્ઝ
પુરૂષોની 57 કિગ્રા વર્ગની સેમિ ફાઇનલમાં અમન સેહરાવતનો જાપાનના રે હિગુચી સામે 0-10થી પરાજય થયો છે. અમન આ મેચમાં પ્રથમ ક્રમાંકિત જાપાની રેસલર સામે કંઈ ખાસ કરી શક્યો ન હતો અને મેચ ત્રણ મિનિટ પણ ચાલી ન હતી. રેઇ હિગુચી ટેકનિકલ સુપીરિયટીના આધારે જીત્યો હતો. હવે અમન સેહરાવત બ્રોન્ઝ મેડલ માટે રમશે. બ્રોન્ઝ મેડલની મેચ 9મી ઓગસ્ટે રમાશે.
પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના હોકી ખેલાડીઓ સાથે વાત કરી હતી અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने भारतीय हॉकी टीम से बात की और उन्हें कांस्य पदक जीत पर बधाई दी। pic.twitter.com/5UmmGFCXgt
— ANI_HindiNews (@AHindinews) August 8, 2024
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પંજાબથી આવતા હોકી ખેલાડીઓને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવશે. જેમણે પેરિસમાં ભારતીય ટીમ માટે બ્રોન્ઝ જીત્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વધુ ખાસ છે કારણ કે ઓલિમ્પિકમાં આ તેનો સતત બીજો મેડલ છે, તેમની સફળતા કૌશલ્ય, દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે. ખેલાડીઓને અભિનંદન. દરેક ભારતીયનું હોકી સાથે ભાવનાત્મક જોડાણ છે અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે.
A feat that will be cherished for generations to come!
— Narendra Modi (@narendramodi) August 8, 2024
The Indian Hockey team shines bright at the Olympics, bringing home the Bronze Medal! This is even more special because it is their second consecutive Medal at the Olympics.
Their success is a triumph of skill,…
પેરિસ ઓલિમ્પિક 2024ના 13મા દિવસે ગુરુવારે (8 ઓગસ્ટ) ભારતને વધુ એક મેડલ મળ્યો છે. હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય ટીમ સ્પેન સામે 2-1થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતના કુલ 4 મેડલ થયા છે.
બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય ટીમ ત્રીજા ક્વાર્ટરમાં સ્પેન સામે 2-1થી આગળ છે. સ્પેનના માર્ક મિરાલેસે 18મી મિનિટે ગોલ કરી ટીમને 1-0થી લીડ અપાવી હતી. ભારતીય કેપ્ટન હરમ્પનપ્રીત સિંહે બીજા ક્વાર્ટરના અંતની થોડી સેકન્ડ પહેલા પેનલ્ટી કોર્નર પરથી ગોલ કરીને ભારતીય ટીમને 1-1ની બરાબરી કરી દીધી હતી. હાફ ટાઈમમાં સ્કોર 1-1 હતો. આ પછી ત્રીજા ક્વાર્ટરમાં હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર બીજો ગોલ કરીને ભારતીય ટીમને 2-1થી આગળ કરી દીધી હતી.
ભારતીય રેસલર અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુસ્તીની સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. અમને અલ્બાનિયાના જેલિમખાન અબકારોવને 11-0થી હરાવ્યો હતો. હવે અમન મેડલથી માત્ર એક જીત દૂર છે. સેમિ ફાઈનલમાં અમન સેહરાવતનો મુકાબલો જાપાનના રેઈ હિગુચી સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.45 કલાકે રમાશે.
ભારતીય રેસલર અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુસ્તીની સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. અમને અલ્બાનિયાના જેલિમખાન અબકારોવને 11-0થી હરાવ્યો હતો. હવે અમન મેડલથી માત્ર એક જીત દૂર છે. સેમિ ફાઈનલમાં અમન સેહરાવતનો મુકાબલો જાપાનના રેઈ હિગુચી સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.45 કલાકે રમાશે.
અંશુ મલિકનો મહિલાઓની 57 કિગ્રા રેસલિંગમાં પરાજય થયો છે. અમેરિકાની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા હેલેન લુઈસ મારૌલિસે અંશુ સામે 7-2થી મેચ જીતી લીધી છે. લુઇસે પ્રથમ રાઉન્ડ 2-0થી જીત્યો હતો. અંશુ મલિકે બીજા રાઉન્ડમાં 2 પોઈન્ટ મેળવી વાપસી કરી હતી. જોકે આ પછી લુઇસે 5 પોઇન્ટ મેળવી મુકાબલો જીતી લીધો હતો.
પેરિસ ઓલિમ્પિકના 13મા દિવસે, 8 ઓગસ્ટ, ગુરુવારે કુલ 27 ગોલ્ડ મેડલ ઈવેન્ટ્સ છે. ભારત એથ્લેટિક્સ ઓલિમ્પિકમાં તેનો બીજો સુવર્ણ ચંદ્રક જીતવાનું લક્ષ્ય રાખશે કારણ કે ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરા પુરૂષોના ભાલા ફેંકની ફાઇનલમાં (રાત્રે 11:55 વાગ્યે) એક્શનમાં રહેશે. ટોક્યોમાં, નીરજ ચોપરા ભારતના પ્રથમ વ્યક્તિગત ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા અને 2008 પછી ટ્રેક અને ફિલ્ડમાં પ્રથમ ચેમ્પિયન બન્યા. જો કે, હંમેશની જેમ જેકોબ વેડલેજની જેમ સખત સ્પર્ધા રહેશે, જ્યારે જર્મનીમાં જુલિયન વેબર હશે.
ભારતીય હોકી ટીમ બ્રોન્ઝ મેડલ મેચ રમશે. તેને સ્પેન તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડશે. અમન સેહરાવત અને અંશુ મલિક કુસ્તીમાં એક્શનમાં હશે. ગોલ્ફમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર પોતાને રેસમાં રાખવા માંગે છે. આ સિવાય મહિલાઓની 100 હર્ડલ્સ રેસ રિપેચેજ રાઉન્ડ જ્યોતિ યારાજી (હીટ 1) માં હશે
હવે ભારતને નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમ પાસેથી મેડલની આશા છે. નીરજ પોતાના ટાઈટલનો બચાવ કરવા જશે. ટોક્યોમાં તેઓ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જો તે આમાં સફળ થશે તો તે વ્યક્તિગત ઈવેન્ટમાં 2 ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની જશે.