Fastest Fifties In IPL History : આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે લખનઉ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરને આક્રમક બેટિંગ કરતા 15 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આ સાથે જ તે આઈપીએલના ઇતિહાસ સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે બીજા સ્થાને આવી ગયો છે. આ સિઝનની વાત કરવામાં આવે તો નિકોલસ પૂરનની સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી છે. પૂરને બેંગલોર સામે 19 બોલમાં 4 ફોર, 7 સિક્સર સાથે 62 રન બનાવ્યા હતા.
સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદીનો રેકોર્ડ કેએલ રાહુલના નામે
IPLની સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ભારતના સ્ટાર ખેલાડી કેએલ રાહુલના નામે છે. 2018માં તેણે દિલ્હી કેપિટલ્સ સામે માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. કેએલ રાહુલ સાથે પેટ કમિન્સ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. કમિન્સે 2022માં મુંબઈ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.
નિકોલસ પૂરન 15 બોલમાં અડધી સદી ફટકારી આઈપીએલમાં ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે બીજા સ્થાને આવી ગયો છે. પૂરન સિવાય સુનીલ નારાયણ અને યુસુફ પઠાણે 15-15 બોલમાં અડધી સદી ફટકારી છે. સુનીલ નારાયણે 2017માં આરસીબી સામે અને યુસુફ પઠાણે 2014માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ફટકારી હતી.
આ પણ વાંચો – રિંકુ સિંહ : ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા પિતાનો પુત્ર રાતો રાત બન્યો સ્ટાર, આવો કર્યો છે સંઘર્ષ
લખનઉનો 1 વિકેટે રોમાંચક વિજય
માર્કસ સ્ટોઇનિસના 65 અને નિકોલસ પૂરનના આક્રમક 62 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અંતિમ બોલે 1 રને રોમાંચક વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 20 ઓવરમાં 9 વિકેટે 213 રન બનાવી લીધા હતા.
આઈપીએલમાં ફાસ્ટેસ્ટ અડધી સદી
કેએલ રાહુલ – 14 બોલ
પેટ કમિન્સ – 14 બોલ
નિકોલસ પૂરન – 15 બોલ
સુનીલ નારાયણ – 15 બોલ
યુસુફ પઠાણ – 15 બોલ
સુરેશ રૈના – 16 બોલ
ઇશાન કિશન – 16 બોલ