scorecardresearch
Premium

એમએસ ધોનીએ અમિતાભ બચ્ચન અને શાહરુખને રાખ્યા પાછળ, નિવૃત્તિના 5 વર્ષ પછી બનાવી રહ્યો છે રેકોર્ડ

MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની લોકપ્રિયતા નિવૃત્તિના 5 વર્ષ પછી પણ બેજોડ છે. તેની બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો થયો નથી. તેણે બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સને પાછળ છોડી દીધા છે

MS Dhoni, Amitabh Bachchan, Shahrukh khan
અમિતાભ બચ્ચન, એમએસ ધોની અને શાહરૂખ ખાન (તસવીર – એએનઆઈ)

MS Dhoni brand endorsements : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની લોકપ્રિયતા નિવૃત્તિના 5 વર્ષ પછી પણ બેજોડ છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે એમએસ ધોની મેદાન પર મર્યાદિત સમયમાં જ જોવા મળતો હોવા છતા તેની બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો થયો નથી. TAM મીડિયા રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર 43 વર્ષીય એમએસ ધોનીએ હવે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના મામલે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સહિત બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સને પાછળ છોડી દીધા છે.

એમએસ ધોની પાસે કુલ 42 એન્ડોર્સમેન્ટ

રિપોર્ટ અનુસાર એમએસ ધોની 2024માં સૌથી વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મેળવનાર ભારતીય સેલિબ્રિટી છે. તેની પાસે કુલ 42 એન્ડોર્સમેન્ટ છે. આ યાદીમાં અમિતાભ બચ્ચન 41 એન્ડોર્સમેન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે શાહરુખ ખાન 34 ડીલ સાથે ત્રીજા સ્થાને છે. ટીએએમ (TAM) મીડિયા રિસર્ચ એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના નીલસન અને યુકેના કૈંટરનું સંયુક્ત સાહસ છે.

ટીએએમ મીડિયા રિસર્ચે અહેવાલ આપ્યો છે કે આ આંકડાઓમાં ફક્ત બ્રાન્ડ અને વ્યવસાયિક જાહેરાત શામેલ છે. આમાં પ્રોમો અને સોશિયલ મીડિયા જાહેરાતો સામેલ નથી. ન્યૂઝ18 સાથેની વાતચીતમાં એક જાણીતા બ્રાન્ડ સ્ટ્રેટેજી એક્સપર્ટે કહ્યું કે એમએસ ધોનીને એક ક્રિકેટર કે સ્પોર્ટસ પર્સનાલિટીથી પણ વધુ માનવામાં આવે છે. પોતાના શાંત સ્વભાવ અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વને કારણે તે બ્રાન્ડ્સને વધુ આકર્ષે છે.

આ પણ વાંચો – મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વિવાદ પર ICC એ કરી કાર્યવાહી, બન્નેને આપી આવી સજા

તેમણે કહ્યું કે ક્રિકેટમાં તમે છેલ્લી ત્રણ મેચોમાં જે કર્યું છે તેમાં જ તમે સારા છો. તેને એક ક્રિકેટર કે સ્પોર્ટસ પર્સનાલિટી કરતાં પણ વિશેષ માનવામાં આવે છે. તે એક દૃષ્ટિકોણ આપે છે, તેથી તે બ્રાન્ડ્સનો પ્રિય છે. આ તેના સંયમિત વર્તન, શાંત સ્વભાવ અને બિન-વિવાદાસ્પદ વ્યક્તિત્વને કારણે છે.

એમએસ ધોની હવે ક્યારે એક્શનમાં જોવા મળશે?

એમએસ ધોની આઈપીએલ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક્શનમાં જોવા મળશે. આઇપીએલની હરાજી અગાઉ ફ્રેન્ચાઈઝીએ તેને ચાર કરોડ રુપિયામાં અનકેપ્ડ પ્લેયર તરીકે રિટેન કર્યો હતો. એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે એટલા માટે જાળવી રાખવામાં આવ્યો હતો કારણ કે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એમએસ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નો પ્રથમ પસંદગીનો વિકેટકીપર-બેટ્સમેન છે. આઈપીએલ 2025 દરમિયાન તેને સીએસકેની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે તે લગભગ નક્કી છે.

Web Title: Ms dhoni surpasses amitabh bachchan and shah rukh khan in brand endorsements in 2024 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×