scorecardresearch
Premium

World Cup 2023 Most sixes : વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા છે સિક્સર કિંગ, જાણો ટોપ-10માં કોણ-કોણ છે સામેલ

World Cup 2023 Most sixes : વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે સિક્સર ફટકારવાની વાત આવે તો ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા નંબર વન છે

Rohit Sharma | world cup 2023 | rohit sharma records
રોહિત શર્મા (તસવીર – સ્ક્રીનગ્રેબ)

Most sixes in World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં સોમવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મુકાબલા સાથે જ બધી ટીમો ટૂર્નામેન્ટમાં 6-6 મેચો રમી ચુકી છે. હવે બધી ટીમોએ 3 મેચ રમવાની બાકી છે. હાલના તબક્કામાં જોઇએ તો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા દાવેદાર છે. 6 મેચો બાદ સૌથી વધારે સિક્સર ફટકારવાની વાત આવે તો ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા નંબર વન છે.

રોહિત શર્માએ 6 મેચમાં 20 સિક્સર ફટકારી છે. તેણે 66.33ની એવરેજથી 398 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે. સિક્સર ફટકારવાના મામલે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. તેણે 6 મેચમાં 19 સિક્સર ફટકારી છે.

વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે સિક્સ ફટકારનાર ટોપ-10 પ્લેયર્સ

ક્રમખેલાડીદેશમેચસિક્સર
1રોહિત શર્માભારત620
2ડેવિડ વોર્નરઓસ્ટ્રેલિયા619
3હેનરિચ ક્લાસેનદક્ષિણ આફ્રિકા616
4ક્વિન્ટોન ડી કોકદક્ષિણ આફ્રિકા615
5કુશલ મેન્ડિસશ્રીલંકા514
6રચિન રવિન્દ્રન્યૂઝીલેન્ડ613
7ડેરિલ મિચેલન્યૂઝીલેન્ડ612
8ગ્લેન મેક્સવેલઓસ્ટ્રેલિયા612
9ડેવિડ મિલરદક્ષિણ આફ્રિકા610
10મહમુદુલલ્લાહબાંગ્લાદેશ59

આ પણ વાંચો – કોહલી વન-ડે વર્લ્ડ કપમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો, સચિન તેંડુલકરના શરમજનક રેકોર્ડની કરી બરાબરી

વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે ફોર

વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે ફોરની વાત કરવામાં આવે તો તેમાં દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટોન ડી કોક નંબર વન છે. ડી કોકે 6 મેચમાં 44 ફોર ફટકારી છે. આ યાદીમાં બીજા ક્રમે ભારતનો રોહિત શર્મા છે. રોહિતે 6 મેચમાં 43 ફોર ફટકારી છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ ત્રીજા (39 ફોર), ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર ચોથા (38 ફોર) અને ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે પાંચમાં (36 ફોર) નંબરે છે. ભારતનો વિરાટ કોહલી 29 ફોર સાથે 11માં નંબરે છે.

Web Title: Most sixes in world cup 2023 rohit sharma number one ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×