scorecardresearch
Premium

માઇકલ ક્લાર્કે આ ભારતીય ખેલાડીને ગણાવ્યો આગામી વીરેન્દ્ર સેહવાગ, કહ્યું – તેને મેદાન પર રોકવો અસંભવ

yashasvi jaiswal : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે ભારતીય બેટ્સમેન વિશે વાત કરી હતી, જેની બેટિંગથી તેને સેહવાગની યાદ આવી ગઈ હતી અને તેણે તે ખેલાડીને ભારતીય ક્રિકેટનો આગામી વિરેન્દ્ર સેહવાગ ગણાવ્યો હતો

Team India, ભારતીય ક્રિકેટ ટીમ
ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં જીત પછી ભારતીય ક્રિકેટ ટીમ (BCCI)

yashasvi jaiswal : વીરેન્દ્ર સેહવાગ આક્રમક બેટિંગ માટે જાણીતો હતો અને દિગ્ગજ બોલરો પણ તેનાથી ડરતા હતા. સહેવાગની બેટિંગ સ્ટાઈલ એવી હતી કે વિરોધી ટીમની તમામ રણનીતિઓ હારી જતી હતી અને તેનાથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થતો હતો. હવે જો તમે કોઈ ખેલાડીની સરખામણી સેહવાગ સાથે કરો તો તે ખેલાડી માટે આનાથી વધુ સારું બીજું શું હોઈ શકે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે ભારતીય બેટ્સમેન વિશે વાત કરી હતી, જેની બેટિંગથી તેને સેહવાગની યાદ આવી ગઈ હતી અને તેણે તે ખેલાડીને ભારતીય ક્રિકેટનો આગામી વિરેન્દ્ર સેહવાગ ગણાવ્યો હતો. ક્લાર્કે પોતાની યુટ્યુબ ચેનલ પર 5મી ટેસ્ટ મેચમાં યશસ્વીની ઇનિંગ વિશે વાત કરી હતી જેમાં તેણે 118 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં યશસ્વીએ આ સદી ફટકારી હતી અને તેના આધારે ભારતે ઈંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સેહવાગની જેમ યશસ્વીને રોકવો અશક્ય

ક્લાર્કે કહ્યું કે યશસ્વીની ઇનિંગ્સ અદ્ભુત હતી અને મને તેની બેટિંગ સેહવાગ જેવી લાગે છે. તેણે વધુમાં કહ્યું કે સેહવાગ જ્યારે મેદાન પર હતો ત્યારે તેને રોકવો અશક્ય હતો અને યશસ્વીની બેટિંગમાં પણ આવી જ ઝલક જોવા મળે છે. મને લાગે છે કે તે ખૂબ જ પ્રતિભાશાળી છે અને તે એક અવિશ્વસનીય ખેલાડી છે. મને લાગે છે કે તે ક્રમમાં ટોચ પર રમે છે જ્યાં ઘણું જોખમ હોય છે અને તેના આક્રમક અભિગમથી તમને ખબર પડી ગઈ છે કે, તમારી બેટિંગ શૈલી શું છે.

આ પણ વાંચો – સંજુ સેમસનને કેમ ટીમમાં સામેલ કરવા માંગે છે ચેન્નાઇ સુપર કિંગ્સ, આ છે 4 પ્રમુખ કારણ

આ ખેલાડી ભવિષ્યનો સુપરસ્ટાર છે

ક્લાર્કે યશસ્વી વિશે વધુમાં જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં કેટલીક એવી ઇનિંગ્સ રમશે જેને જોઇને તમને આશ્ચર્ય થશે. તમે માત્ર એટલું જ કહી શકો કે આ ખેલાડી સુપરસ્ટાર છે, કેવો શાનદાર ખેલાડી છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તે ખૂબ જ સારો રહ્યો છે અથવા તો ખૂબ જ ખરાબ રહ્યો છે. તે તેવા ખેલાડીઓમાંથી એક છે જે તમારી ટીમ ઇચ્છે તે પ્રમાણે રમે છે તે ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ સારું છે.

Web Title: Michael clarke says yashasvi jaiswal is next virender sehwag of indian cricket team ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×