scorecardresearch
Premium

MI vs SRH Playing 11 : આજે હૈદરાબાદ સામે મુંબઈ કરશે 4 મોટા ફેરફાર, ઈશાન-રોહિત થશે બહાર, આ રહી પ્લેઈંગ ઈલેવન

IPL 2024, MI vs SRH Playing 11 Prediction: સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ મોટા ફેરફાર કરી શકે છે. ઈશાન કિશન અને રોહિત શર્માને આજેની મેચમાં બહાર રાખી શકે છે.

Mumbai Indians vs Sunrisers Hyderabad 11 Prediction: મુંબઈ વિ. હૈદરાબાદ, આઈપીએલ 2024ની 55મી મેચ
MI vs SRH Playing 11, મુંબઈ વિ. હૈદરાબાદ, આઈપીએલ 2024ની 55મી મેચ, Photo – X @mipaltan, @SunRisers

IPL 2024 Match 55, Mumbai Indians vs Sunrisers Hyderabad, મુંબઈ વિ. હૈદરાબાદ : IPL 2024ની 17મી સિઝનની 55મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.આજે મુંબઈ ઇન્ડિયન્સ પોતાનો 12મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે લડશે. વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમનારી મુંબઇ ઇન્ડિયન્સ પોતાની પ્લેઇંગ 11 માં અનેક ફેરફાર કરી શકે છે. પ્લેઓફની રેસમાંથી બહાર થયા બાદ હવે ટીમ પોતાની બેન્ચ સ્ટ્રેંથ અજમાવી શકે છે.

પોઈન્ટ ટેબલમાં MI અને SRH ક્યાં છે?

હવે પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લા સ્થાને એટલે કે 10મા ક્રમે છે. જ્યારે હૈદરાબાદની ટીમ ચોથા નંબર પર છે. આ સિઝનમાં મુંબઈની ટીમે 11 મેચ રમી છે. જેમાંથી તેઓ માત્ર 3 મેચ જીતી શક્યા છે. જ્યારે હૈદરાબાદની ટીમે અત્યાર સુધી 10 મેચ રમી છે. આ ટીમે સારું પ્રદર્શન કર્યું છે અને 6 મેચ જીતી છે. આજે બંને ટીમો આ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મેચમાં પોતાનું સન્માન બચાવવાનો પ્રયાસ કરશે. જો કે આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની માનવામાં આવે છે.

Mumbai Indians vs Sunrisers Hyderabad 11 Prediction: મુંબઈ વિ. હૈદરાબાદ, આઈપીએલ 2024ની 55મી મેચ
MI vs SRH Playing 11, મુંબઈ વિ. હૈદરાબાદ, આઈપીએલ 2024ની 55મી મેચ, Photo – X @mipaltan, @SunRisers

ઇશાન કિશન અને હોતિ શર્માને કરી શકે છે બહાર

આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનું પ્રદર્શન કંઈ ખાસ નથી.અત્યાર સુધી ઈશાન કિશન 11 મેચમાં 23ની સરેરાશ પર 150 ની સ્ટ્રાઈક રેટ સાથે 257 રન બનાવ્યા છે. ઇશાન કિશને 11 મેચમાં માત્ર એક જ ફિફ્ટી મારી છે. જ્યારે રોહિત શર્માએ પણ શદી સિવાય આ સિઝનમાં કંઈ ખાસ કરી શક્યા નથી. તેમજ રોહિત શર્માને ઈજા પણ થઈ છે. જેના પગલે ઈશાન કિશન અને રોહિત શર્મા બંને ખેલાડીઓ હૈદરાબાદ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ- ટી 20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં કેએલ રાહુલ અને રિંકુ સિંહની પસંદગી કેમ ના થઇ, અજીત અગરકરે જણાવ્યું કારણ

અર્જુન તેંડુલકરને મળી શકે છે તક

ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2023માં મહાન ખેલાડી સચિન તેંડુલરના પુત્ર અર્જુન તેંડુલકરને ડેબ્યુ કરવાની તક મળી હતી. પરંતુ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં હજી સુધી અર્જુન તેંડુલકર એક પણ મુકાબલો રમી શક્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે આજની મેચમાં અર્જુન તેંડુલકરને મોકો મળી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

હાર્વિક દેસાઈ (વિકેટ કિપર), સુર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વઢેરા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, અર્જુન તેંડુલકર, લુક વુડ, પીયુષ ચાવલા, જસપ્રીત બુમરાહ, નુવાન તુષાર

સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, અનમોલપ્રીત સિંહ, હેનરિક ક્લાસેન (વિકેટ કીપર), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાજ અહમદ, માર્કો જાનસેન, પેટ કમિંસ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન

Web Title: Mi vs srh ipl 2024 match 55 playing 11 prediction hardik pandya vs pat cummins player list news in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×