scorecardresearch
Premium

રોહિત શર્મા આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનાર ખેલાડી બન્યો, દિનેશ કાર્તિકની બરાબરી કરી

IPL 2024 : રોહિત શર્માને રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરના પાંચમા બોલે ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.

Rohit Sharma , IPL 2025
મુંબઈ ઇન્ડિયન્સ પ્લેયર રોહિત શર્મા (તસવીર – રોહિત શર્મા ટ્વિટર)

MI vs RR : મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનું બેટ રાજસ્થાન રોયલ્સ સામે ચાલ્યું ન હતું અને તે આ મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ મેચમાં ઝીરો પર આઉટ થયા બાદ હિટમેન આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વખત ડક પર આઉટ થનાર ખેલાડી બન્યો છે. જ્યારે આ લીગમાં સૌથી વધુ મેચ રમવાના મામલે તે બીજા નંબરે આવી ગયો છે.

રોહિત શર્મા 17મી વખત શૂન્ય રને આઉટ

રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરના પાંચમા બોલે રોહિતને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. રોહિત શર્મા સંજુ સેમસનના હાથે કેચ આઉટ થયો હતો. આ મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ રોહિત શર્મા આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત ડક પર આઉટ થનાર બેટ્સમેન પણ બન્યો છે.

આ લીગમાં તે 17મી વખત ડક પર આઉટ થયો છે અને તેણે દિનેશ કાર્તિકની બરાબરી કરી છે. આ લીગમાં દિનેશ કાર્તિક પણ 17 વખત શૂન્ય પર આઉટ થયો છે. આઇપીએલમાં રોહિત અને કાર્તિક હવે સૌથી વધુ વખત ડક પર આઉટ થયેલા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત રીતે નંબર વન પર આવી ગયા છે.

આ પણ વાંચો – આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ સાથે BCCI 16 એપ્રિલે અમદાવાદમાં બેઠક કરશે, મેગા હરાજી પર રહેશે ફોક્સ

આઈપીએલમાં સૌથી વધારે શૂન્ય પર આઉટ

  • 17 – રોહિત શર્મા
  • 17- દિનેશ કાર્તિક
  • 15 – ગ્લેન મેક્સવેલ
  • 15 – પીયૂષ ચાવલા
  • 15 – મનદીપ સિંહ
  • 15 – સુનીલ નારાયણ

રોહિતે તોડ્યો દિનેશ કાર્તિકનો રેકોર્ડ

રોહિતની આઇપીએલમાં આ 246મી મેચ હતી અને આ લીગમાં સૌથી વધુ મેચો રમનારા બેટ્સમેનોની યાદીમાં તે બીજા ક્રમે આવી ગયો છે. રોહિતે આ લીગમાં અત્યાર સુધી 245 મેચ રમી ચૂકેલા દિનેશ કાર્તિકને પાછળ છોડી દીધો છે. એમએસ ધોની આઈપીએલમાં સૌથી વધારે મેચ રમનાર ખેલાડી છે. તે અત્યાર સુધીમાં 253 મેચ રમી ચૂક્યો છે.

આઈપીએલમાં સૌથી વધુ મેચો

  • 253 – એમએસ ધોની
  • 246 – રોહિત શર્મા
  • 245 – દિનેશ કાર્તિક
  • 240 – વિરાટ કોહલી
  • 229 – રવિન્દ્ર જાડેજા
  • 220 – શિખર ધવન
  • 205 – સુરેશ રૈના
  • 205 – રોબિન ઉથપ્પા
  • 204 – અંબાતી રાયડુ
  • 200 – રવિચંદ્રન અશ્વિન

Web Title: Mi vs rr rohit sharma records most ducks in ipl ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×