IPL 2024 Match 60, Mumbai Indians vs Kolkata knight riders, MI vs KKR, મુંબઈ વિ. કોલકાત્તા :: કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો 11 મે, 2024 ને શનિવારના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે આઇપીએલ 2024 પ્લેઓફની રેસમાંથી બહાર રહેલી મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઇ) સામે થશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઇ ઇન્ડિયન્સ સામે જીતવાનો પ્રયાસ કરશે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ સન્માન સાથે ટુર્નામેન્ટમાંથી વિદાય લેવા માટે રમશે.
આ પહેલા કેકેઆર અને એમઆઇ છેલ્લે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાયા ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે 169 રનનો બચાવ કર્યો હતો.
એટલું જ નહીં કેકેઆરએ 12 વર્ષ બાદ વાનખેડે સ્ટેડિયમમાં એમઆઇ સામે જીત મેળવી હતી. આ લેખમાં આપણે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સની મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન વિશે જાણીશું.
આ પણ વાંચોઃ- IPL 2024 : શુભમન ગિલ અને સાઇ સુદર્શને 210 રનની પાર્ટનરશિપ નોંધાવી, જાણો આઈપીએલની ટોપ 10 ભાગીદારી
MI vs KKR : કોલકાતા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પ્રથમ બેટિંગ : ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગકૃષ રાઘવશી, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), આંદ્રે રસેલ, વેંકટેશ અય્યર, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

પ્રથમ બોલિંગ : ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગકૃષ રાઘવશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), આન્દ્રે રસેલ, વેંકટેશ અય્યર, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.
- ઇમ્પેક્ટ પ્લેયર્સ ઓપ્શન્સ: વૈભવ અરોરા/રિંકુ સિંહ, સુયશ શર્મા, અનુકુલ રોય, શેરફેન રુથરફોર્ડ, કે.એસ.ભરત
MI vs KKR : મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પ્રથમ બેટિંગ : ઇશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રીત બુમરાહ, પિયુષ ચાવલા.
પ્રથમ બોલિંગ : ઇશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોટઝી, જસપ્રીત બુમરાહ, પિયુષ ચાવલા, નુવાન થુસારા.
- ઇમ્પેક્ટ પ્લેયર્સ ઓપ્શન્સ: સૂર્યકુમાર યાદવ/નુવાન થુશારા, શમ્સ મુલાની, આકાશ માધવલ, રોમારિયો શેફર્ડ, નમન ધીર