scorecardresearch
Premium

શુભમન ગિલ વિરાટ કોહલીની નકલ કરી રહ્યો છે? ભૂતપૂર્વ ક્રિકેટરે કરી ટકોર | Shubman Gill Aggression

Shubman Gill Aggression: લોર્ડ્સ ટેસ્ટમાં શુભમન ગિલ અને જેક ક્રોલી વચ્ચે ઉગ્ર બબાલ ચર્ચામાં છે. ભારતીય કેપ્ટનના આક્રમક વલણ પર મનોજ તિવારીએ ઉઠાવ્યા સવાલ. શું ગિલ વિરાટ કોહલીની નકલ કરી રહ્યો છે? વાંચો

Virat Kohli and Shubman Gill | વિરાટ કોહલી અને શુભમન ગિલ
Virat Kohli and Shubman Gill: એવું કહેવાય છે કે શુભમન ગિલ વિરાટ કોહલી જેવી આક્રમકતા બતાવી રહ્યો છે. (ફોટો સોશિયલ મીડિયા)

Shubman Gill Aggression: યુવા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ આક્રમક વલણ માટે સતત ટીકાઓને સામનો કરવો પડી રહ્યો છે. જે લોર્ડ્સ ખાતેની ભારત વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન જોવા મળ્યું. અહીં શુભમન ગિલ અને ઇંગ્લિશ ઓપનર જેક ક્રોલી વચ્ચેની બબાલ ચર્ચમાં રહી. મેચના ત્રીજા દિવસે જેક ક્રોલી રમત વહેલી પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ મામલો ગરમાયો હતો. ભારતીય કેપ્ટન ગિલ જેક ક્રોલીની રણનીતિ પર ગુસ્સે થયો અને ઉગ્ર બન્યો હતો.

ભારતીય કેપ્ટન શુભમન ગિલના આ આક્રમક વલણ સામે અનેકે સવાલ ઉઠાવ્યા. આ વિવાદમાં ભૂતપૂર્વ ખેલાડી મનોજ તિવારી પણ જોડાયા અને કહ્યું કે, શુભમન ગિલ વિરાટની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આમ કરવાથી તેની બેટિંગને કોઇ ફાયદો થઇ રહ્યો નથી. મનોજ તિવારીને ટાંકીને સ્પોર્સ્ટબૂમના અહેવાલ અનુસાર, મને કેપ્ટન ગિલની રીત પસંદ નથી. મને લાગે છે કે તે વિરાટ કોહલીની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

મનોજ તિવારીએ વધુમાં કહ્યું કે, જ્યારથી તે IPL માં કેપ્ટન બન્યો છે ત્યારથી તેના વલણમાં બદલાવ આવ્યો છે. તે આક્રમક માનસિકતા અપનાવી રહ્યો છે અને અમ્પાયરો સાથે દલીલો કરી રહ્યો છે. આ ગિલ હવે પહેલા જેવો નથી રહ્યો. તેને આક્રમકતા બતાવવાની કે કંઇ સાબિત કરવાની જરુર નથી તે તેની રમત અને ટીમ પર ધ્યાન આપે એ ખાસ જરુરી છે.

ગિલ પ્રતિક્રિયા આપ્યા વિના પણ આક્રમક બની શકે છે એ વાત પર ભાર મુકતાં તિવારીએ કહ્યું કે, હું જાણું છું કે કેપ્ટને આગળથી નેતૃત્વ કરવું જોઇએ. પરંતુ આટલી બધી આક્રમકતા યોગ્ય નથી. તે ઊર્જા વ્યય કરે છે. રમતમાં પોતાની આક્રમક શૈલી જાળવી રાખવી જોઇએ નહિં કે મેદાન પર અન્ય બાબતો કે દલીલોમાં. મેચ જીતીને પણ તમે સામેની ટીમને એક આગવી શૈલીમાં આક્રમકતા બતાવી શકો છો.

Web Title: Manoj tiwari on shubman gill aggression crawley lords test

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×