scorecardresearch
Premium

આ શરમની વાત છે, વિરાટ કોહલીને જુઓ, રોહિત શર્માએ પોતાની ફિટનેસ પર મહેનત કરવાની જરૂર : કપિલ દેવ

Rohit Sharma Fitness : કપિલ દેવે કહ્યું – રોહિત શર્મા એક મહાન ખેલાડી અને એક મહાન કેપ્ટન છે પણ તેને ફિટ થવાની જરૂર છે

રોહિત શર્મા અને કપિલ દેવ (ફાઇલ)
રોહિત શર્મા અને કપિલ દેવ (ફાઇલ)

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું સ્પષ્ટ રુપથી કહેવું છે કે એક કેપ્ટન માટે ફિટ રહેવું પણ ઘણું જરૂરી છે. જો તમે ફિટ નથી તો તે શરમની વાત છે. રોહિત શર્માએ તેના પર સખત મહેનત કરવાની જરૂર છે. કપિલ દેવની આ ટિપ્પણી ભારતીય કેપ્ટન રોહિત શર્માની ફિટનેસને લઇને એબીપી ન્યૂઝના ઇન્ટરવ્યૂમાં પૂછેલા એક સવાલના જવાબમાં આવી હતી.

કપિલ દેવે કહ્યું કે તે એક મહાન પ્લેયર છે પણ જ્યારે તમે તેના ફિટનેસ વિશે વાત કરો છો તો તે થોડો વધારે વજનવાળો દેખાય છે, ઓછામાં ઓછું ટીવી પર. જ્યારે તમે કોઇને ટીવી પર જુવો અને પછી વાસ્તવિક જીવનમાં તે અલગ હોઇ શકે છે. જોકે હું જે પણ કઇ જોવું છે કે રોહિત એક મહાન ખેલાડી છે અને એક મહાન કેપ્ટન છે પણ તેને ફિટ થવાની જરૂર છે. વિરાટને જુઓ જ્યારે પણ તમે તેને જુઓ છો તો કહો છો કે શું ફિટનેસ છે.

1983માં પોતાની આગેવાનીમાં ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવે પહેલા પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે ક્રિકેટ કૌશલની વાત આવે છે તો રોહિત શર્મા સર્વશ્રેષ્ઠમાંથી એક છે પણ તેની ફિટનેસ વિશે આવું કહી શકાય નહીં.

આ પણ વાંચો – ક્રિકેટર પૃથ્વી શો સેલ્ફી વિવાદ મામલે મુશ્કેલીમાં, જામીન મળતા જ સપના ગીલે નોંધાવ્યો કેસ

રોહિત શર્માની ફિટનેસ પર એક મોટો સવાલ છે – કપિલ દેવ

કપિલ દેવે કહ્યું હતું કે રોહિત શર્મામાં કોઇ ખામી નથી. તેની પાસે બધુ જ છે પણ મને વ્યક્તિગત રુપથી લાગે છે કે તેના ફિટનેસ પર એક મોટો સવાલ છે. શું તે ઘણો ફિટ છે? કારણ કે એક કેપ્ટન એવો હોવો જોઈએ જે અન્ય ખેલાડીઓને ફિટ થવા માટે પ્રેરિત કરે. ટીમના સાથીઓને પોતાના કેપ્ટન પર ગર્વ અનુભવ કરવો જોઈએ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 માર્ચથી ત્રીજી ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 માર્ચથી ત્રીજી ટેસ્ટ રમાશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.

Web Title: Kapil dev says captain rohit sharma need to work on his fitness

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×