RCB vs RR Live Score IPL 2025 Royal Challengers Bengaluru vs Rajasthan Royals Scorecard: RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં RCBની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા અને રાજસ્થાનની ટીમને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 70 અને દેવદત્ત પડિકલે 50 રન બનાવ્યા છે. બીજી તરફ રાજસ્થાનની ટીમ તરફથી સંદીપ શર્માએ 2, જોફ્રા આર્ચર અને વાનિન્દુ હસરંગાને 1-1 વિકેટ મળી હતી.
આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીએ રાજસ્થાનને 11 રનથી હરાવ્યું છે. રાજસ્થાન ટીમ તરફથી સૌથી વધુ રન ધ્રુવ જુરેલે 47 રન અને યશસ્વી જયસ્વાલે 49 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ, કૃણાલ પંડ્યાએ 2 વિકેટ, યશ દયાલ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી છે.
પોઇન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ શું છે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઇંટ્સ ટેબલમાં 8 મેચમાં 5 જીત અને 3 પરાજય સાથે ચોથા ક્રમે છે. ત્યાં જ જ્યારે તે બેંગલુરુના પોઈન્ટની વાત કરીએ તો તેને અત્યાર સુધી કુલ 10 પોઇન્ટ પ્રાપ્ત થયા છે. ત્યાં જ રાજસ્થાન રોયલ્સ 8 મેચમાં ફક્ત 2 જીત અને 6 પરાજય સાથે પોઇન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે.
IPL 2025 RCB vs RR Live Score: હેડ ટૂ હેડમાં બંનેની સ્થિતિ શું છે
જો આપણે બંને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ તરફ ધ્યાન આપીએ તો આરસીબી રાજસ્થાન પર ભારે રહ્યું છે. બંને વચ્ચે કુલ 33 મેચ રમવામાં આવી છે, જેમાંથી આરસીબીએ 16 મેચ જીતી હતી જ્યારે રાજસ્થાન 14 મેચ જીતી હતી. ત્યાં જ ત્રણ મેચ અનિર્ણાયક રહી છે. રાજસ્થાન વિરૂદ્ધ આરસીબીનો સૌથી વધુ સ્કોર 200 રહ્યો છે જ્યારે રાજસ્થાન આ ટીમ સામે 217 નો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે.
આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીએ રાજસ્થાનને 11 રનથી હરાવ્યું છે. રાજસ્થાન ટીમ તરફથી સૌથી વધુ રન ધ્રુવ જુરેલે 47 રન અને યશસ્વી જયસ્વાલે 49 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ, કૃણાલ પંડ્યાએ 2 વિકેટ, યશ દયાલ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી છે.
શુભમ દુબેના રૂપમાં રાજસ્થાનની ટીમને 8મો આંચકો લાગ્યો છે. તેને યશ દયાલે પેવેલિયન મોકલ્યો છે.
રાજસ્થાનની ટીમને જોફ્રા આર્ચરના રૂપમાં 7 મો ઝટકો મળ્યો છે. તે ઝીરો પર જોશ હેઝલવુડનો શિકાર બન્યો છે.
રાજસ્થાનની ટીમને ધ્રુવ જુરેલના રૂપમાં છઠ્ઠો ઝટકો મળ્યો છે. તે 47 રન બનાવીને જોશ હેઝલવુડનો શિકાર બન્યો છે.
રાજસ્થાનની ટીમને શિમરોન હેટમાયર તરીકે 5 મો ફટકો પડ્યો છે. તે 11 રન બનાવીને જોશ હેઝલવુડનો શિકાર બન્યો છે.
રાજસ્થાનની ટીમને નીતીશ રાણા તરીકે ચોથો ઝટકો લાગ્યો છે. તે 22 બોલમાં 28 રન બનાવીને ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો છે.
12 ઓવરની રમતના અંત સુધીમાં રાજસ્થાનની ટીમે 3 વિકેટના નુક્સાન પર 128 રન બનાવ્યા છે. નીતિશ રાણા 26 રન અને ધ્રુવ જુરેલ 14 રન બનાવીને ક્રીઝ પર બેટિંગ કરી રહ્યો છે. રાજસ્થાન ટીમે જીતવા માટે 48 બોલમાં 78 રનની જરૂર છે.
રાજસ્થાન ટીમને રિયન પરાગના રૂપમાં ત્રીજો ઝટકો મળ્યો છે. તે 10 બોલમાં 22 રન બનાવીને ક્રુણાલ પંડ્યાનો ભોગ બન્યો છે.
7 ઓવરની રમતના અંત સુધીમાં રાજસ્થાનની ટીમે 2 વિકેટના નુકસાને 87 રન બનાવ્યા છે. નીતીશ રાણા અને રિયાન પરાગ ક્રીઝ પર હાજર છે.
6 ઓવરની રમતના અંત સુધીમાં રાજસ્થાનની ટીમે 2 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા છે. નીતીશ રાણા અને રિયાન પરાગ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા છે.
રાજસ્થાનની ટીમને યશસ્વી જયસ્વાલ તરીકે બીજો ઝટકો મળ્યો છે. તે 19 બોલમાં 49 રન બનાવીને જોશ હેઝલવુડનો શિકાર બન્યો છે.
રાજસ્થાનની ટીમે વૈભવ સૂર્યવંશીના રૂપમાં પહેલો ઝટકો મળ્યો છે. તે 16 રન બનાવીને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો છે.
3 ઓવરની રમતના અંત સુધીમાં રાજસ્થાનની ટીમે 34 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ 23 રન અને વૈભવ સૂર્યવંશી 10 રન બનાવી ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા છે.
RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં RCBની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા અને રાજસ્થાનની ટીમને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 70 અને દેવદત્ત પડિકલે 50 રન બનાવ્યા છે. બીજી તરફ રાજસ્થાનની ટીમ તરફથી સંદીપ શર્માએ 2, જોફ્રા આર્ચર અને વાનિન્દુ હસરંગાને 1-1 વિકેટ મળી હતી.
RCBને ચોથો આંચકો રજત પાટીદારના રૂપમાં લાગ્યો છે. તેને સંદીપ શર્માએ પેવેલિયન મોકલ્યો છે.
RCBને દેવદત્ત પડિકલના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. તે 27 બોલમાં 50 રન બનાવીને સંદીપ શર્માનો શિકાર બન્યો.
વિરાટ કોહલીના રૂપમાં RCBને વધુ એક ઝટકો લાગ્યો છે. તે 42 બોલમાં 70 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો.
આરસીબી તરફથી બેટિંગ કરતા દેવદત્ત પડિકલે 26 બોલમાં શાનદાર અડધી સદી ફટકારી.
14 ઓવરના અંતે આરસીબીની ટીમે એક વિકેટ ગુમાવીને 134 રન બનાવી લીધા છે. ક્રીઝ પર દેવદત્ત પડિકલ 37 રન અને વિરાટ કોહલી 63 રન સાથે શાનદાર બેટિંગ કરી રહ્યા છે.
RCB તરફથી બેટિંગ કરતી વખતે વિરાટ કોહલીએ 32 બોલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી.
આરસીબીને પહેલો ઝટકો ફિલ સોલ્ટના રૂપમાં લાગ્યો છે. તે 26 રન બનાવીને વાનિન્દુ હસરંગાનો શિકાર બન્યો હતો.
5 ઓવરના અંતે આરસીબીની ટીમે 51 રન બનાવી લીધા છે. ફિલ સોલ્ટ અત્યારે 23 રન પર અને વિરાટ કોહલી 21 રન પર ક્રીઝ પર બેટિંગ કરી રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેંગ્લોરની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
જો આપણે બંને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ તરફ ધ્યાન આપીએ તો આરસીબી રાજસ્થાન પર ભારે રહ્યું છે. બંને વચ્ચે કુલ 33 મેચ રમવામાં આવી છે, જેમાંથી આરસીબીએ 16 મેચ જીતી હતી જ્યારે રાજસ્થાન 14 મેચ જીતી હતી. ત્યાં જ ત્રણ મેચ અનિર્ણાયક રહી છે. રાજસ્થાન વિરૂદ્ધ આરસીબીનો સૌથી વધુ સ્કોર 200 રહ્યો છે જ્યારે રાજસ્થાન આ ટીમ સામે 217 નો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે.
બેંગલુરુમાં એમ ચિનાસ્વામી સ્ટેડિયમના પીચ રિપોર્ટ વિશે વાત કરતા, અહીંની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ છે. આ પીચ પર બોલ સારી રીતે આવે છે. જો કે, આરસીબી સતત આ જમીન પર હારી રહ્યું છે. આ પીચ પર ટોસ જીતતી ટીમ પહેલા બોલિંગ કરવાનું નક્કી કરી શકે છે.