scorecardresearch
Premium

RCB vs SRH IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે RCB ને 42 રને હરાવીને મોટી જીત નોંધાવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 65મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટકરાશે.

IPL 2025 LIVE Score, RCB vs SRH Live Score Update, આઈપીએલ 2025
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Live Score

IPL 2025, RCB vs SRH, Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 65મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટકરાઈ રહ્યા છે.

ઈશાન કિશનની શાનદાર બેટિંગના આધારે સનરાઈઝર્સ હૈદરાબાદે RCB ને 232 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઈશાને 48 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 94 રન બનાવ્યા હતા, જેના કારણે સનરાઈઝર્સ ટીમ 20 ઓવરમાં છ વિકેટે 231 રન બનાવવામાં સફળ રહી હતી. RCB એ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ ઝડપી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે આરસીબીને 42 રનથી હરાવીને મોટી જીત નોંધાવી. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સે ઇશાન કિશનની મજબૂત ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 231 રન બનાવ્યા. જવાબમાં ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ ટીમને શાનદાર શરૂઆત આપી, પરંતુ આરસીબી 19.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આરસીબી પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે પરંતુ આ હારથી ટોચના બેમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તેની શક્યતાઓને ફટકો પડ્યો છે.

RCB પ્લેઓફમાં પહોંચી ગઈ છે જ્યારે હૈદરાબાદની ટીમ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે. RCB આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચવાનો પ્રયાસ કરશે. RCB પાસે હાલમાં 17 પોઈન્ટ છે અને જો આ ટીમ આ મેચ જીતે છે, તો તેના 19 પોઈન્ટ થશે અને આ ટીમ ગુજરાતને પાછળ છોડીને ટેબલ ટોપર બનશે. RCB હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે.

RCB ના નિયમિત કેપ્ટન રજત પાટીદારને હાથની ઈજા થઈ હતી પરંતુ હવે તે હૈદરાબાદ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે અને ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે હૈદરાબાદના તોફાની ઓપનર ટ્રેવિસ હેડને કોરોના થયો હતો અને તેના કારણે તે RCB સામે રમી શકશે નહીં. આ લીગમાં અત્યાર સુધીમાં RCB અને હૈદરાબાદ વચ્ચે 24 મેચ રમાઈ છે જેમાં હૈદરાબાદ 13 મેચ જીતી ગયું છે જ્યારે RCB 11 મેચ જીતી છે. હૈદરાબાદ હાલમાં 9 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.

Live Updates
23:36 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોટી જીત

સનરાઇઝર્સ હૈદરાબાદે RCB ને 42 રને હરાવીને મોટી જીત નોંધાવી છે.

23:26 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: ટિમ ડેવિડ પેવેલિયન પરત ફર્યો

ઈશાન મલિંગાએ ટિમ ડેવિડને આઉટ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદને સાતમી સફળતા અપાવી છે. ડેવિડ એક રન બનાવીને આઉટ થયો. હવે ભુવનેશ્વર કુમાર ક્રુણાલ પંડ્યા સાથે ક્રીઝ પર છે.

23:21 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: જીતેશ શર્મા આઉટ

RCB ને જીતેશ શર્માના રૂપમાં છઠ્ઠો ફટકો પડ્યો છે. જીતેશ 15 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો.

23:20 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: શેફર્ડ ખાતું ખોલાવ્યા વિના આઉટ

ઈશાન મલિંગાએ શાનદાર બોલિંગ કરી અને રોમારિયો શેફર્ડનો પોતાના જ બોલ પર કેચ પકડ્યો. શેફર્ડ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો. RCBએ 16 ઓવરના અંતે પાંચ વિકેટે 174 રન બનાવ્યા છે.

23:09 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: રજત પાટીદાર આઉટ

RCB ને રજત પાટીદારના રૂપમાં ચોથો ફટકો પડ્યો છે.

22:49 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: સોલ્ટ પેવેલિયન પાછો ફર્યો

પેટ કમિન્સે ફિલ સોલ્ટને આઉટ કરીને RCBને ત્રીજો ઝટકો આપ્યો છે. સોલ્ટ 32 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 62 રન બનાવીને આઉટ થયો.

22:48 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: આરસીબીને બીજો ઝટકો

આરસીબીને મયંક અગ્રવાલના રૂપમાં બીજો ફટકો પડ્યો છે. મયંક 11 રન બનાવીને આઉટ થયો હતો. તેને નીતિશ રેડ્ડીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. હવે નિયમિત કેપ્ટન રજત પાટીદાર એક પ્રભાવશાળી ખેલાડી તરીકે ક્રીઝ પર આવ્યો છે. જોકે તે આ મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો નથી.

22:39 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: સોલ્ટની અડધી સદી

આરસીબીના ઓપનર ફિલ સોલ્ટે 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ સિઝનમાં સોલ્ટની આ ત્રીજી અડધી સદી છે અને રસપ્રદ વાત એ છે કે ત્રણેય અડધી સદી લક્ષ્યનો પીછો કરતી વખતે ફટકારવામાં આવી છે.

22:38 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: આરસીબીનો સ્કોર 100 ને પાર

સનરાઈઝર્સ સામે ટાર્ગેટનો પીછો કરતા RCB એ સારી શરૂઆત કરી છે અને સ્કોર 100 ને પાર કરી ગયો છે. RCB એ નવ ઓવરના અંતે એક વિકેટના નુકસાને 108 રન બનાવી લીધા છે. કોહલીના આઉટ થયા પછી સોલ્ટે બાજી સંભાળી લીધી છે.

22:33 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: કોહલી અડધી સદી ચૂક્યો

હર્ષ દુબેએ વિરાટ કોહલીને આઉટ કરીને આરસીબીને પહેલો ઝટકો આપ્યો છે. કોહલી સારી બેટિંગ કરી રહ્યો હતો અને અડધી સદીની નજીક હતો, પરંતુ 25 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા બાદ આઉટ થયો. કોહલીએ સોલ્ટ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 80 રન બનાવ્યા.

21:41 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: RCB ને 232 રનનો ટાર્ગેટ

ઈશાન કિશનની શાનદાર બેટિંગના આધારે સનરાઈઝર્સ હૈદરાબાદે RCB ને 232 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઈશાને 48 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 94 રન બનાવ્યા હતા, જેના કારણે સનરાઈઝર્સ ટીમ 20 ઓવરમાં છ વિકેટે 231 રન બનાવવામાં સફળ રહી હતી.

20:43 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: અનિકેત વર્મા આઉટ

સનરાઇઝર્સ હૈદરાબાદને અનિકેત વર્માના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. અનિકેત વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હતો પરંતુ તેણે નવ બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો.

20:35 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: હેનરિક ક્લાસેન આઉટ

સુયશ શર્માએ હેનરિક ક્લાસેનને આઉટ કરીને સનરાઇઝર્સને ત્રીજો ઝટકો આપ્યો છે. ક્લાસેન અને ઇશાન કિશન વચ્ચે સારી ભાગીદારી ચાલી રહી હતી અને બંનેએ ત્રીજી વિકેટ માટે 27 બોલમાં 48 રનની ભાગીદારી કરી હતી, પરંતુ સુયશે આ ભાગીદારી તોડી નાખી. જોકે હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે.

19:56 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: હૈદરાબાદને બીજો ઝટકો

હૈદરાબાદની ટીમને બીજો ઝટકો ભૂવનેશ્વર કુમારે આપ્યો છે. તેણે ટ્રેવિસ હેડની વિકેટ લીધી છે. ટ્રેવિસ હેડ 10 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો છે.

19:55 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: હૈદરાબાદને પ્રથમ ઝટકો

સનરાઇઝર્સ હાદરાબાદને અભિષેક શર્માના રૂપમાં પ્રથમ ઝટકો મળ્યો છે. અભિષેક 34 રન પર આઉટ થયો. તેની વિકેટ લંગ એનગિડીએ લીધી.

19:43 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: સનરાઇઝર્સની ઈનિંગ શરૂ

આરસીબી વિરૂદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. આરસીબી એ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદ માટે અભિષેક શર્માની સાથે ટ્રેવિસ હેડ ઓપનિંગ માટે ઉતર્યા છે.

19:11 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ-11

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઇશાન મલિંગા.

19:11 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: RCB પ્લેઈંગ-11

ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, જીતેશ શર્મા (કેપ્ટન અને વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, લંગ એનગિડી, સુયશ શર્મા.

19:06 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: બેંગ્લોરે ટોસ જીત્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું.

18:42 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: હેડ ટુ હેડ રેકોર્ડમાં હૈદરાબાદનું પલડું ભારે

આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં હેડ ટુ હેડ રેકોર્ડ જોઈએ તો એસઆરએચ ટીમનો થોડો ફાયદો દેખાય છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 24 મેચ રમાઈ છે, જેમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 મેચ જીતી છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ 13 મેચ જીતવામાં સફળ રહી છે.

18:41 (IST) 23 May 2025
RCB vs SRH LIVE score: લખનૌમાં હવામાન કેવું છે

આજે લખનૌમાં વરસાદની કોઈ સંભાવના નથી. અહીં તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. 52 ટકા સાથે થોડું ભેજવાળું વાતાવરણ રહેશે.

Web Title: Ipl 2025 live score rcb vs srh live score update royal challengers bengaluru vs sunrisers hyderabad rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×